પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૨૨
દેશી રાજ્યો

“આપશ્રી દેશી રાજ્યોની હસ્તી ઇચ્છો છો. પણ ખરી રીતે તો એકહથ્થુ સત્તાથી જુલમ જ થાય. અમલ એ દારૂના જેવો નશો છે. વળી કોઈ રાજા સારો તા એના પુત્રો નઠારા નીવડે છે. એ જ રાજા એક દિવસ સારો ને બીજે દિવસ ખરાબ નીવડે છે. શું રાજાઓનું અસ્તિત્વ ઇચ્છવા યોગ્ય છે ?”

આ સવાલ એક ગૃહસ્થે કર્યો છે. લખનારના લખવામાં કેટલુંક સત્ય છે છતાં તે સવાલનો બીજો પક્ષ પણ છે. જે પ્રજામાં સત્ત્વ છે તેના રાજા અન્યાયી નથી થઈ શકતા. સત્ત્વહીન પ્રજાને રાજા હોય તોયે શું ને પ્રજાસત્તાક હોય તો પણ શું? જેને સત્તા વાપરતાં ન આવડે તે સત્તાને રાખે ક્યાં ? તેથી જ મેં કહ્યું છે કે જેવી પ્રજા તેવા રાજા. જ્યાં જ્યાં મેં અન્યાયના દાખલા જોયા છે ત્યાં ત્યાં પ્રજાનો દોષ એટલે પ્રજાની નબળાઈ પણ જોઈ છે. પ્રજાસત્તાક રાજ્યમાંયે અન્યાય જોયા છે. પૃથ્વીમાં આજે એવાં પ્રજાસત્તાક રાજ્યો મેાજૂદ છે જ્યાં ભરપૂર અંધાધૂંધી પ્રવર્તે છે ને જ્યાં પ્રત્યેક અમલદાર રાજા થઈ ને બેસી ગયો છે.

મેં નિરકુશ રાજ્યની હસ્તી નથી ઇચ્છી. અંકુશ કેવો ને કેટલો હોઈ શકે તે રાજાપ્રજાએ વિચારી લેવાનું રહ્યું છે. જ્યાં પ્રજા જાગ્રત છે ત્યાં અન્યાય અસંભવિત છે. જ્યાં પ્રજા નિદ્રાવશ છે ત્યાં ગમે તેવું રાજ્યતંત્ર હોય છતાં અન્યાય તો