પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૨૪
રાજાપ્રજા

[ ભૂજ (કચ્છ)માં આપેલું ભાષણ ]

જો શાસ્ત્રમાં અને ઇતિહાસમાં રાજ્ય કેવળ રામના જ હાથમાં હોઈ શકે એમ બતાવેલું હોત, તો હું રાજશાહીની કટ્ટી દુશ્મનાવટ કરત. પણ રાવણની વાત કરનાર ઇતિહાસ રામની પણ વાત કરે છે, અને દુનિયા પોકારીને કહે છે કે રાવણનું રાજ્ય અચલિત નથી રહ્યું, રામનો જ વિજય થયો છે; રાજાઓના શાસનમાં ધર્મ દાખલ થાય તો જ તેનું રાજ્ય ચાલી શકે. જેના રાજ્યની અંદર એકે માણસ ભૂખે ન મરે, જેના રાજ્યમાં કોઈ પણ બાલિકા નિર્ભય થઈને ચાર ખૂણે વિચરી શકે, અને તેના ઉપર એક પણ દુરાચારી કટાક્ષ ન કરી શકે, જે રાજા પ્રજાને પોતાનાં સતાન માને અને પારકી સ્ત્રીને માબહેન સમાન લેખે, જે રાજા શરાબ ન પીએ, વ્યસન ન કરે, રૈયતને સુવડાવીને સૂએ અને ખવડાવીને ખાય એવા રાજાવાળા તંત્રનો હું પૂજારી છું, એની ઝંખના કરું છું. એવા રાજાઓ થાય એ માટે રાજા પ્રજા વચ્ચે પ્રેમ ઇચ્છું છું. એવા રાજા હશે ત્યારે દેશમાં દુકાળ, ભૂખમરો, વ્યભિચાર, શરાબ નહિ હોય. પણ આજે તો આ બધી વસ્તુઓ રાજ્યોમાં ભરેલી છે એ શું સૂચવે છે? રાજા પોતાનો ધર્મ ભૂલી ગયા — પોતાની પ્રજાનાં જાન, માલ અને ધર્મનું રક્ષણ