પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
રાજાપ્રજા

છું કે, એનો ઇલાજ તમારી પાસે છે, અને તે અવિનય કે અમર્યાદાનો નહિ, પણ સત્યનો અને પ્રેમનો. સત્ય, શૌર્ય અને પ્રેમ એ ત્રિવેણીનો જ્યાં સંગમ થાય ત્યાં એકે વસ્તુ અશક્ય નથી. મારા ૩૦ વર્ષના જાગ્રત અનુભવથી, રાજકાજના અનુભવથી હું તમને કહું છું કે, દૃઢતાથી, સત્યથી અને વિનયથી જે ફરિયાદો હોય તે એકવાર તમે મહારાવને કહી સંભળાવજો. મેં જે કહ્યું છે તે હૃદયની અંદર ઉતારજો, અને તેનો અમલ કરજો; અને તમે જોશો કે મેં તમને જડીબુટ્ટી આપી દીધી છે.

નવજીવન, ૧–૧૧–૧૯૩૫