પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

આ તો એક સરવૈયું થયું. આ પછી ગાંધીજીએ બીજું સરવૈયું રજૂ કર્યું :

“તમે કેટલું કાંત્યું, કેટલા રેંટિયાનો પ્રચાર કર્યો, કેટલી ખાદી વાપરી ? અમરેલીની ખાદીની ઘરાકી મારે કલકત્તામાં શોધવી પડે એ કેવી શરમની વાત છે ? તમે ૨૫ લાખ ખેડૂતોના પ્રતિનિધિ થઈને અહીં આવેલા, તમે તેમનું પ્રતિનિધિપણું શું કર્યું? તમે સાચા હો તો તમારે રચનાત્મક કાર્ય કર્યે જ છૂટકો છે, અથવા તમારે પરિષદને બીજું રૂપ આપવું જોઈશે. રાજકીય પરિષદમાં — જેમાં રગેરગે સત્ય જોઈ એ — તેને બદલે કૃત્રિમતા અને અસત્ય જોઈએ એવી ખેદની વાત ? હરિજનોને માટે મૂળચંદને ખોબા જેટલા પૈસા જોઈએ તે માટે પણ તે મારી પાસે આવે એ શરમની વાત છે. બેચાર હજાર રૂપિયાની તે શી વિસાત છે ? એ તો હું બોલું અને સરદાર માગણી કરે કે આખી રકમ આવી જવી જોઈએ. આ કામને માટે ચારિત્રવાન નવજુવાનો જોઈએ. આ અને એવાં બીજાં અનેક કામ ન કરીએ તો તમારી રાજ્યપ્રકરણી શક્તિ વધશે. આપણે રાજકીય કામ ન કરીએ તો ‘રાજકીય’ પરિષદ નામ શા સારુ રાખીએ ? કોઈ ગુણવાચક નામ રાખીએ —રેંટિયા પરિષદ રાખીએ, સંસારસુધારા પરિષદ રાખીએ. ગમે તે કામ કરીને તમે ૨૫ લાખ ખેડૂતો ઉપર સામ્રાજ્ય ભોગવતા થઈ જાઓ—એ તમે તેમને પ્રેમની દોરીથી બાંધીને જ કરી શકશો. વલ્લભભાઈ એ શું કર્યું ?બ્રિટીશ સલ્તનતના ઇતિહાસમાં જ્યારે એ સલ્તનતનું વધારેમાં વધારે જોર હતું ત્યારે પણ એક વ્યક્તિએ એ સરકાર પાસે કરોડ લીધા અને તેનો વહીવટ પણ પોતે જ કર્યો. બારડોલીમાં એના એ જ