પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
ચક્રવર્તી અને માંડલિક

ઊંચે જવામાં રુકાવટો રહેલી છે, નીચે જવાને સારુ સામ્રાજ્યની છત્રછાયામાં અડચણ આવતી જ નથી.

૪. “બ્રિટિશ સલ્તનત એટલે ટૂંકામાં ‘ઇમ્પિરિયલિઝમ વત્તા કૅપિટલિઝમ;’ ત્યારે દેશી રાજ્ય એટલે એ બે ઉપરાંત ‘ફ્યુડલિઝમ’; એટલે દેશી રાજ્ય તો એ રીતે વધારે નાશપાત્ર ઠર્યાં. આ બરાબર છે? આ યુગમાં ‘ફ્યુડલિઝમ’ ને કોઈ પણ સ્વરૂપમાં સ્થાન નથી એમ તો આપ માનો છો જ ને ? રાજાનો ગમે તેવો નાલાયક છોકરો, તે રાજાનો છોકરો છે માટે જ, રાજા થાય એ પ્રકારની વારસાહક્કવાળી રાજની સંસ્થા જવી જ જોઈએ છે એમ તો આપ માનો છો ને ?”

આ પ્રશ્નનો જવાબ પ્રશ્નકાર માને છે એટલો સહેલો નથી. ‘ફ્યુડલિઝમ’ એટલે શું એ હું પૂરું જાણતો નથી, પ્રશ્નકાર પૂરું હું જાણવાનો દાવો કરે તો હું તે કબૂલ રાખવા તૈયાર નથી. ‘ફ્યુડલિઝમ’માં ‘ઇમ્પિરિયલિઝમ’ ને ‘કૅપિટલિઝમ્‌’ આવી જાય છે. એમ માનવા પણ હું તૈયાર નથી. ‘ફ્યુડલિઝમ’માં બધું ખરાબ જ હતું તે પ્રજાસત્તાક રાજ્ય એટલે સ્વચ્છતાની પરિસીમા, એવું કંઈ છે જ નહિ. અત્યારે તો ચાક ઉપર બધા ચડ્યા છે. તેમાં કોણ ગાગર ઊતરશે ને કોણ ઘડો એ તો જોવાનું છે. જન્મના વારસો બધા નાપાક નથી; નિમાયેલા વારસો બધા નીતિના અવતાર નથી હોતા. પોપમાં પણ સારા નરસા જોવામાં આવે છે; શંકરાચાર્યોમાં હીરા ને કોયલા ભર્યા છે; અમેરિકાના ‘પ્રેસિડંટ’ બધા સોનાનાં જ પૂતળાં નથી અનુભવ્યા, કોઈ માટીનાં પણ નીવડ્યા છે.

૫. “છેલ્લું, બ્રિટિશ સલ્તનતમાં સુધારાને અવકાશ નહિ એટલે નાશને પાત્ર, દેશી રાજ્યમાં સુધારાને અવકાશ એટલે નાશને