પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૩૧
વિચારની અરાજકતા

નિરંકુશ વિચારના હળવા નમૂના તરીકે નીચેનો કાગળ છાપું છું

“અત્યારના ઘનઘોર છવાયેલા વાતાવરણમાં પણ ઉત્સાહપૂર્વક કામ આગળ ધપી રહ્યું છે તે વખતે આપનાં ત્રણચાર ‘નવજીવન’ વાંચીને હું અતિ નિરાશ થયો છું.

દેશમાં અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તે તરફ આંખ મીંચીને આજે તો આપ આપની અને આપના સાથીઓની મુસાફરીનાં વર્ણનો જ લખો છો. જેમ કોઈ સ્વાર્થી માણસ પોતાનો સ્વાર્થ સાધવાને માટે અથવા પોતાના જ વિચારો રજૂ કરવાને માટે, દેશની ચારે બાજુ ચાલતી પ્રવૃત્તિ તરફ આંખ મીંચીને મરજી પડે તેમ લખ્યે જાય, તેમ જ આજે ‘નવજીવન’નો દુરુપયોગ થઈ રહ્યો છે. હું ચોક્કસપણે માનું છું કે ખાદી અને ઐક્ય વિના સ્વરાજ નહિ મળે; અસ્પૃશ્યતાનિવારણની પણ જરૂર છે. પણ આજે તો ‘નવજીવન’માં વિવાહવિધિ, પુનર્લગ્ન, વૃદ્ધવિવાહ, ગુજરાતી કોશ, ગોસેવા, અને કોઈ વાર તો ફિલિસૂફીનો બહુ જ અતિરેક થાય છે. જો તે બધાં વિના સ્વરાજ ન જ મળવાનું હોય તો જરૂરી સ્વરાજ મળતાં સો વર્ષ લાગશે.

માત્ર ખાદી વેચાતી લેવાના જ કારણે ભોપાળના નવાબનાં વખાણ કરીને આપે ખાદીને દુનિયામાં અળખામણી કરી મૂકી છે, ગમે તેવો કુલાંગાર માણસ પણ જો આપના હાથમાંથી રૂ. ૨૦૦-૪૦૦ની ખાદી ખરીદ કરવાથી જ સારો ગણાતો હોય, તો હું કહું છું