પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

આ અવ્યવસ્થામાં વિચાર કરવાની મંદતા નજરે આવે છે. મંદતાને લીધે માણસની વિચારશ્રેણી સીધી ચાલવાને બદલે આડીતેડી ચાલે છે, ને સાંકળ બંધાઈ શકતી નથી. ઘણી વેળા આવું ક્રોધને લીધે પણ બને છે. ક્રોધનાં લક્ષણ દારૂ અને અફીણ બન્નેને મળતાં છે. પ્રથમ આવેશમાં શરાબીની જેમ ક્રોધી મનુષ્ય રાતોપીળો બને છે. પછી જો આવેશ ઊતરતાં ક્રોધ શમ્યો ન હોય તો તે અફીણની જેમ કામ કરે છે, ને માણસની બુદ્ધિને મંદ કરી મૂકે છે. અફીણની જેમ તે મગજને કોતરી ખાય છે. ક્રોધનાં લક્ષણ સંમોહ, સ્મૃતિભ્રંશ અને બુદ્ધિનાશ એમ ઉત્તરોત્તર ગણાયાં છે.

આ બધું મારી મતિ પ્રમાણે હું મજકૂર કાગળમાં જોઉં છું. લખનાર ભલા માણસ છે. પણ ક્રોધના આવેશમાં તે ‘નવજીવન’માં શું લખાયા કર્યું છે તે ભૂલી ગયેલ છે. સ્વરાજને જ ખાતર જીવનાર છાપામાં સમાજસુધારાના વિષયો આવી શકે કે નહિ એનો વિચાર કરવા તે એકાએક અસમર્થ બની ગયેલ છે.

સ્વરાજનો અર્થ જ પત્ર લખનાર બહુ સાંકડો કરી નાંખે છે. અંગ્રેજના હાથમાંથી અમુક હિંદીના હાથમાં સત્તા જવી એટલે સ્વરાજ એમ આ ભાઈ માનતા જણાય છે. મારે મન સ્વરાજ એટલે ત્રીસે કરોડના હાથમાં રહેલી મર્યાદાપૂર્ણ સત્તા. આવી સત્તા જ્યાં હોય ત્યાં એક બાળા પણ પોતાને સુરક્ષિત માને; કવિની કલ્પના સાચી હોય તો કૂતરાં ઇત્યાદિ મનુષ્યેતર પ્રાણી, જે મનુષ્યના સબંધમાં વસનારાં છે, તે પણ પોતાને સુરક્ષિત માને. આવા સ્વરાજને અંગે અનેક પ્રકારના તાત્ત્વિક નિર્ણયો આપણે કરવાના રહે. કેમકે સ્વરાજમાં