પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
રાજા અને રંકનું

મટી રક્ષક બને; અને રક્ષકને પણ પોતાની આજીવિકા મેળવવાનો અધિકાર છે એટલે તે દ્રવ્યનો મર્યાદિત ને જરૂરિયાત જેટલો જ ઉપયોગ કરે. આમ ન કરે તો છેવટે રાજા રંક ને તવંગર ભિખારી વચ્ચેનું ઝેરી દ્વંદ્વ ચાલવાનું જ. સત્યાગ્રહનો વેગ એ ઝેરને રોકશે એવી આશાએ મારા જેવા તે અસ્ત્રને સર્વાર્પણ કરી ચૂક્યા છે.

નવજીવન, ૨૨–૩–૧૯૩૧