પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
દેશી રાજ્યોનો પ્રશ્ન


આ લાંબા કાગળનો સાર મેં યાદ કરીને આપ્યો છે. ક્રોધ ક્ષંતવ્ય છે, કેમકે લખનારે દુઃખ સહન કર્યું છે, ને ક્રોધના આવેશમાં વસ્તુસ્થિતિ સમજવાનો પ્રયત્ન નથી કર્યો.

પહેલો કાગળ પ્રથમ લઉં. ચાર નોખી પરિસ્થિતિને અંગે વિરોધી લાગતા ચાર અભિપ્રાય મેં આપ્યા એ સાચી વાત છે. પણ સાચી રીતે એ અભિપ્રાયોમાં વિરોધ નથી. જીવનના પ્રયોગો રસાયણી પ્રયોગો જેવા હોય છે. રસાયણી પ્રયોગમાં એક જ દ્રવ્યના પ્રમાણનો ફેર પડતાં નોખી નોખી વસ્તુઓ પેદા થાય છે; તેમાં તલમાત્ર પણ નવું દ્રવ્ય મળતાં વળી નવી વસ્તુ પેદા થાય છે. તેમ જ જીવનમાં મનુષ્યના ભેદને લઈને, દેશકાળના ભેદને લઈને સ્થિતિ બદલાય છે, ને તેથી અભિપ્રાયો જુદા અપાય છે; જો એમ ન થાય તો જીવન બંધ થાય અથવા જડવત્ થઈ રહે. બધામાં જોવાનું એ હોય છે કે તે અભિપ્રાયો એક જ સિદ્ધાંતને અનુસરે છે કે નહિ.

જ્યાં સત્યાગ્રહ કરનારા મારી કેદમાં હતા, જ્યાં મારા નામનો ઉપયોગ થતો હતો, ત્યાં મારે તે તે સ્થિતિ જોઈને નોખા અભિપ્રાયો આપવા પડ્યા હતા ને તે બરોબર હતા. ચોથા દાખલામાં એ ભાઈએ સત્યાગ્રહની પ્રતિજ્ઞા લઈ લીધી હતી, કોઈ સંઘમાં તે ન હતા. તેમને પોતાની જ એકાકી શક્તિનો પ્રયોગ કરવાનો હતો. પ્રતિજ્ઞામાં ઉતાવળ હતી, બીજો દોષ ન હતો. ઉતાવળથી નુકસાન પહોંચે તો તેમને પોતાને જ પહોંચે એમ હતું. આવી સ્થિતિમાં મારા અભિપ્રાય માગવામાં આવ્યો, એટલે હું તે ભાઈની પ્રતિજ્ઞા તોડાવવાનું પાપ કેમ વહોરું? તેમને હતોત્સાહ કેમ કરું? તેમની પ્રતિજ્ઞા તપાસી, તે