પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
સત્યાગ્રહીની વરાળ

તે પત્રની પહોંચની પણ આશા ન રાખીએ ! આપ તો જવાબ પણ લખો છો જ્યારે પ્રાંતિક સમિતિ પત્રની પહોંચ પણ લખતી નથી, તો તેના તરફથી માર્ગદર્શનની તો આશા જ શી રાખવી ?

૪. હિંદની રાષ્ટ્રીય લડતમાં ભાગ લેવાના જ કારણે જે માણસને અને તેના કુટુંબસંબંધીઓને રાજ્યના સિતમનો ભોગ થવું પડતું હોય તેને મહાસભા કાંઈ મદદ ન કરે એ દલીલ તો, બાપુજી, ગળે ઊતરતી નથી. એક પગી કે મુખીની નોકરી માટે ઈમર્સન સુધી પત્રવ્યવહાર ચાલે, અને એક સૈનિક, તેનું કુટુંબ અને તેનાં સંબંધીઓ પરની આફત વેળાએ મહાસભા પીળી લીટીને બહાને કાંઈ ન કરે ?

મારી પોતાની વાત આપને લખવા ઘણા દિવસથી વિચારતો હતો તો હવે લખી જ નાખું. નીચેની પરિસ્થિતિમાં મારે શું કરવું તે જણાવશોજી

ધોલેરા સત્યાગ્રહમાં તા. ૬ એપ્રિલથી જાડાયેલો તે પહેલાં વીલેપારલે રહેતો અને સ્થાનિક પ્રવૃત્તિમાં બનતો ફાળો આપતો. તા. ૮ જુલાઈએ ૧૧૭મી કલમ મુજબ ૧૫ મહિનાની સજા થઈ. તા. ૮ માર્ચે યુદ્ધવિરામને અંગે છૂટ્યો. છૂટીને સીધો ધોલેરા પહોંચ્યો. ત્યાં તા. ૧૨મી માર્ચે મારા વતન —વણોદ—ના દરબારે (જેને પાંચમા વર્ગનો દીવાની ફોજદારી અખત્યાર છે), સત્યાગ્રહની ચળવળમાં આગેવાની(?)ભર્યો ભાગ લેવાના કારણે મને લાંબી સજા થયેલ હોઈ, મારે માટે વણોદ તાલુકામાંથી હદપારીનો હુકમ કાઢ્યો. હુકમના ભંગ બદલ ૬ માસની સજા અને રૂા. પ૦૦ દંડ જણાવ્યો.

મેં આ સંબંધી આપને અને બીજાઓને પૂછી શું કરવું તે નક્કી કરવા વિચાર રાખેલો, દરમ્યાન હું કાઠિયાવાડમાં ફરવા ગયો.

દરબારે વિચાર્યું હશે કે હું તેમના હુકમનો ભંગ કરીશ તો મને સજા કરી તેમને ચગડોળે ચડવું પડશે, તેથી દસ દિવસ બાદ તા. ૨૧ મી માર્ચે મારા પિતા તથા નાના ભાઈને બોલાવી કહ્યું કે, ‘વીરચંદ વણોદમાં ન આવે તેવો પ્રબંધ કરો અને લેખી