પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

કબૂલાત આપો.’ તેઓ એવી કબૂલાત કઈ રીતે આપે? આથી તેઓ બંને પર હુકમ કાઢ્યો કે, ‘તેમણે રાજ્ય અને સરકારને વફાદાર રહેવાની લેખી કબૂલાત અને રૂપિયા પાંચસો પાંચસોના મુચરકા આપવા, નહિતર એક મહિનામાં ગામ છોડી ચાલ્યા જવું.’ હુકમની લેખી નકલમાં જણાવ્યું કે, ‘વીરચંદ વણોદમાં ન આવે તેવી કબૂલાત આપતા નથી તેમ જ (ચાર વર્ષ પહેલાં) અમૃતલાલ શેઠ — જે ચળવળના એક આગેવાન છે તે — આવેલા ત્યારે અમને જણાવેલું નહિ તેથી તમો પણ ચળવળમાં ભળેલા છો.’

અઠવાડિયા બાદ બીજો હુકમ કાઢી લેખી કબૂલાત અને મુચરકાની વાત રદ કરી હદમાંથી ચાલ્યા જવા જણાવ્યું. તે હુકમમાં જણાવ્યું કે, શેઠ ભીખા વરવા પોતાના દીકરા વીરચંદ આ હદમાં નહિ આવે એવું લખી આપતો નથી. તેને તેનો દીકરો જેટલો વહાલો છે તેટલો અમને નામદાર અંગ્રેજ સરકાર વહાલો છે.’

(દરેક હુકમની લેખી નકલ મારી પાસે છે. હુકમોની ભાષા ગમે તેવા ગંભીરને પણ હસાવવા પૂરતી છે.)

પછી મોઢેથી એક વધુ હુકમ કાઢી મહિનાને બદલે પંદર દિવસમાં ચાલ્યા જવા જણાવ્યું.

પછી બીજો હુકમ મોઢેથી કાઢી જણાવ્યું કે, ‘વીરચંદનું નાસિક જેલનું ખર્ચ સરકાર માગે ત્યારે અમે વસૂલ લઈ શકીએ માટે તમારે અમારો પોલીસ પરવાનગી આપે તેટલી જ માલમિલકત લઈ જવી,’ બીજી તેમને કબજે સોંપી જવી.

મેં આખી વસ્તુસ્થિતિનું નિવેદન એજન્સીને મોકલ્યું અને દરબારના આ હુકમો ગાંધી-ઇરવીન સંધિની વિરુદ્ધ હોઈ રદ થવા જોઈએ એમ જણાવ્યું. આપશ્રીએ સંધિની આટલી સ્પષ્ટ વ્યાખ્યાઓ તે વખતે નહિ કરેલી તેથી કે ગમે તે કારણે એજન્સીએ તુરત સ્ટેટને લખ્યું અને ‘તાજેતરમાં એજન્સીએ બહાર પાડેલ