પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૩૬
મોરબી અને સત્યાગ્રહી

મોરબીનો સત્યાગ્રહ પૂરો થયો છે ને સત્યાગ્રહી બધા પાછા આવ્યા છે એ સહુને સારુ આનંદની વાત છે. તે બન્નેને – રાજને અને સત્યાગ્રહીને — ધન્યવાદ ઘટે છે. રાજે કંઈ શરતો કર્યા વિના સત્યાગ્રહીને છોડી મૂક્યા અને સત્યાગ્રહી હઠ કર્યા વિના રાજની હદ છોડી ગયા તેમાં બન્નેએ મર્યાદા બતાવી છે. જ્યાં આમ શુભ પરિણામ આવ્યું છે ત્યાં ગુણદોષમાં ઊતરવું અથવા ભૂતકાળના વર્ણનમાં ઊતરવું એ વિવેકનો ભંગ છે.

આટલું કહી દઉં : સત્યાગ્રહ આદરવામાં ઉતાવળ થઈ હતી. આરંભ પછી મોરબી રાજની અનુચિત નિંદા કરવામાં આવી એમાં આપણું ભૂષણ ઘટ્યું છે, સત્યાગ્રહને ઝાંખપ લાગી છે. સત્યાગ્રહની પાછળ તેની હિમાયતમાં આ નિંદા થઈ, અતિશયોક્તિ થઈ, તેથી સત્યાગ્રહીને લજ્જિત થવું પડ્યું છે. બીજા નિંદે તેમાં સત્યાગ્રહીને શું, એમ કહી સત્યાગ્રહી નીકળી નથી શકતા. એમ અસત્યાગ્રહી સત્યાગ્રહની વહારે ચડે ત્યારે ઘણી વેળા સત્યાગ્રહ બંધ કરવો પડે છે. સત્યાગ્રહી દળમાં અસત્યાગ્રહીની બહુ સંખ્યા આવી પડે તો સત્યાગ્રહી તેનો ત્યાગ કરે. તેમ જ અહીં પણ કરવાનો પ્રસંગ આવે એવો પ્રસંગ ક્યારે આવ્યો કહેવાય એ તો પ્રત્યેક પ્રસંગને તપાસીને