પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
કાઠિયાવાડના સેવકો


પછી નીચેના પ્રશ્નોની ચર્ચા થઈ :
૧. ગાંધીજી દોરવે.
૨. રાજકીય પરિષદ.
૩. પ્રજામંડળ ને પરિષદ.
૪. રાજ્યોમાં થતાં મનાઈઓ અને અન્યાયો.
પ. મજૂરોનું સંગઠન, તેમની સ્થિતિ સુધારવાને અંગે.
૬. રચનાત્મક કાર્ય, જેવાં કે ખાદી, હરિજનસેવા, ઇત્યાદિ.
૭. બધાં કાર્યો સ્વતંત્ર રીતે થાય કે એક તંત્ર નીચે ?

મારા દોરવવા વિષે મેં અભિપ્રાય આપ્યો કે મારાથી એ બોજો ન ઉપાડી શકાય. હું દૂર બેઠાં કોઈને દોરવવાની શક્તિ કે ઇચ્છા ધરાવતો નથી. એટલે મારું નામ તેઓએ પોતાના મનમાંથી કાઢવું જ ઘટે. કોઈ વિષયોમાં મારી સલાહ પૂછવામાં આવે તે તો હું આપતો જ આવ્યો છું ને તેમ કરવાનો મારો ધર્મ માનું છું. મારો અભિપ્રાય છે કે કાઠિયાવાડીઓએ કાઠિયાવાડમાં જ રહેતા કોઈ ભાઈ ને નાયક નીમવો જોઈએ ને તેવા નાયકની નવી નિમણૂક દર વરસે કર્યાં જ કરે. આમ કરતાં આત્મવિશ્વાસ આવશે ને સ્વાવલંબી પણ થવાશે. કાઠિયાવાડી પોતામાંથી કોઈ ને નાયક તરીકે સાચવી શકતા નથી એવી રહેલી માન્યતા, સાચી કે ખોટી, પણ દૂર થશે.

જુદી પ્રવૃત્તિઓની ચર્ચા કરતાં મેં અભિપ્રાય આપ્યો કે મારું ચાલે તો હું તો બધાને ખાદી, હરિજનસેવા, ગ્રામઉદ્યોગ, વગેરે કાર્યોમાં જ રોકી લઉં. એમ બધાને રોકતાં છતાં, છે તે ઉપરાંત બીજા ઘણા સેવકો જોઈએ. પણ જેઓને તે