પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

તો નથી જ થયો, ને મહાસભાના નિશ્ચયમાં જે ડહાપણ રહેલું કે તે તેઓ સમજી શકતા નથી. એમાંના એક મિત્ર ગાંધીજીની પાસેથી એમનું ને મહાસભાનું વલણ સમજી લેવાને ખાસ સેવાગ્રામ આવેલા, ને એ એટલો પૂરો સંતોષ પામીને ગયા કે ગાંધીજીએ એમને જે વાત કરી તેનો સાર અહીં આપી દેવેા ઠીક પડશે.

ગાંધીજીએ કહ્યું : “દેશી રાજ્યો વિષેનો ઠરાવ એ દેશી રાજ્યોની પ્રજાને સુઈ જવાની નહીં પણ કમર કસીને કામ શરૂ કરવાની હાકલરૂપ છે. દેશી રાજ્યોની પ્રજાના કલ્યાણ વિષે મહાસભાને બહુ જ કાળજી છે, એ સમૂહતંત્ર વિષેના મહાસભાના ઠરાવ પરથી સ્પષ્ટપણે દેખાવું જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે દેશી રાજ્યોની પ્રજા દેશી રાજ્યોમાં અવિશ્રાંતપણે કામ ચલાવે, પણ તે મહાસભાને નામે નહીં. મહાસભાનું નામ વાપરવાથી મહાસભાનું અપમાન થવાનો સંભવ રહે છે. એ અપમાનથી પરિણામે દેશી રાજ્યોની પ્રજાને લાભ થઈ શકતો હોય તો એ અપમાન હું વહોરી લઉં. પણ એવું બિલકુલ નથી. મહાસભા એકેએક દેશી રાજ્યમાં જઈને ત્યાં ચળવળ ચલાવનારાઓની રક્ષા કરે એ ન બની શકે એવી વાત છે. મહાસભા પોતાનું નામ ન વાપરવા દઈને જ એ લોકોની વધારે સારી રક્ષા કરી શકે છે. દેશી રાજ્યોના લોકો મહાસભાને સમજવા ને માન આપવા લાગ્યા હોય તો એ સારી વાત છે, પણ તો તેઓ મહાસભાના નૈતિક ટેકા વડે કામ કરે તે મહાસભાનું નામ ન વાપરે. જ્યારે જ્યારે મહાસભા દેશી રાજ્યોની પ્રજાને ખરેખરી મદદ કરી શકે એમ હશે ત્યારે મદદ કરશે; પણ તે એમના કામમાં