પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
દેશી રાજ્યોનો પ્રશ્ન

સક્રિય દખલગીરી કરીને નહીં, પણ તેમની ને રાજાઓની વચ્ચે મધ્યસ્થી કરીને મહાસભા દેશી રાજ્યોની અંદર જઈને મદદ કરે એ અશક્ય વાત છે, અને તેથી હું દેશી રાજ્યોના લોકોને જાણીબૂજીને સલાહ આપતો આવ્યો છું કે તેમણે દેશી રાજ્યોમાં મહાસભા સમિતિ ન કાઢવી. કેટલાક કહે છે, ‘અમે દેશી રાજ્યોનો અંત આણવા માગીએ છીએ.’ એ વાતથી એ મિત્રોને કે દેશી રાજ્યોને કશી હાનિ થવાનો સંભવ નથી. પણ તેઓ જો દેશી રાજ્યોના કામમાં સક્રિયપણે રસ લેતા હોય અને મહાસભાને નામે કામ કરવા મથતા હોય તો તેમને હાનિ થાય ખરી. મહાસભાના નામનો ઉપયોગ થવાથી મહાસભાની પ્રતિષ્ઠા વધે નહીં પણ ઘટે. મૈસૂરનો જ દાખલો લો. ત્યાં ખરેખરી મહાસભા સમિતિ હતી, છતાં તે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું અટકાવી ન શકી.”

પેલા મિત્રે કહ્યું, “પણ એ બધી વાત બ્રિટિશ હિંદમાં ક્યાં નથી બની ?”

ગાંધીજી : “બની છે, અને મહાસભાએ હંમેશાં એ અપમાનનો સામનો કર્યો છે. એનું કારણ એ છે કે બ્રિટિશ હિંદમાં કોઈ પણ સારા કામને માટે સવિનય કાનૂનભંગ કરી શકાય છે. પણ દેશી રાજ્યમાં એ ન બની શકે. ત્યાં તો મહાસભા સમિતિઓને હમેશાં રાજ્યોની દયા પર જ નભવું પડે; અને અફઘાનિસ્તાનમાંની સમિતિ જેમ કેવળ અફઘાનિસ્તાનની સરકારની દયા ઉપર નભે એથી જરાયે સારી આ સમિતિઓની સ્થિતિ નથી. પણ આ તો મારો અંગત વિચાર અને અર્થ છે.”

ઘણાખરા માણસો એ ભૂલી જતા લાગે છે કે ગાંધીજી