પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૫
દેશી રાજ્યો અને જવાબદારી

રાજકોટની રાજકીય સંસ્થાને નિર્વિઘ્ને કામ કરવા દેવામાં આવશે એટલું જ નહીં, પણ તેની માગણીઓ ન્યાયવૃત્તિથી પૂરી પાડવામાં આવશે.

ઉપર જણાવેલાં ત્રણ રાજ્યોમાં કે બીજા કોઈ રાજ્યોમાં ગમે તેમ બને તોપણ દેશી રાજ્યોની પ્રજા એટલું સમજે કે, એમની મુક્તિનો આધાર કેવળ એમની શક્તિ પર રહેલો છે; અને એ શક્તિ આચરણમાં સંપૂર્ણ અહિંસા અને સત્યનું પ્રદર્શન કરવામાંથી જ પેદા થઈ શકશે. તેમણે એ પણ સમજવું જોઈએ કે, જેમની પાસેથી શસ્ત્ર છીનવી લેવામાં આવ્યાં છે ને જેઓ લગભગ અનાદિ કાળથી બિનલડાયક પ્રજા તરીકે ઊછરેલા છે. એવા મોટા જનસમૂહને હિંસામય ઢબે ખુલ્લી રીતે સંગઠિત કરવા એ સર્વથા અશક્ય છે.

હરિજનબંધુ, ૧૮–૯–૧૯૩૮