પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૪૭
ઔંધનું રાજ્યબંધારણ

ઔંધ રાજ્યને માટે જે નવું રાજ્યબંધારણ હમણાં ઘડાયું છે તેમાં કેટલીયે ચોંકાવનારી વસ્તુઓ છે. પણ આ નોંધમાં તો હું એમાંની મતાધિકાર અને ન્યાયની અદાલતો એ બેને જ વિષે લખવા ઇચ્છું છું.

અત્યાર સુધી હું એમ માનતો ને કહેતો આવ્યો છું કે પુખ્ત વયનું દરેક માણસ — પછી તે અભણ હો કે ભણેલું — તેને મત આપવાનો અધિકાર હવે જોઈએ. મહાસભાના બંધારણના અમલનું નિરીક્ષણ કરતાં કરતાં મારો મત બદલાયો છે. હવે હું એમ માનતો થયો છું કે મતાધિકારને માટે અક્ષરજ્ઞાન આવશ્યક ગણાવું જોઈએ. એનાં બે કારણ છે. મત એ એક ખાસ હકરૂપ ગણાવો જોઈએ, અને તેને માટે કંઈક લાયકાત આવશ્યક મનાવી જોઈએ. સાદામાં સાદી લાયકાત એ અક્ષરજ્ઞાનની — લખતાં વાંચતાં આવડવાની — છે. અને અક્ષરજ્ઞાનવાળા મતાધિકારવાળા બંધારણ અનુસાર નિમાયેલું પ્રધાનમંડળ ને મતાધિકારથી વંચિત એવા નિરક્ષર પ્રજાજનોના હિતની કાળજી રાખનારું હશે તો અતિ આવશ્યક એવું અક્ષરજ્ઞાન જોતજોતામાં આવી જશે. ઔંધના રાજ્યબધારણમાં પ્રાથમિક કેળવણીને મફત અને ફરજિયાત બનાવવામાં આવી છે. શ્રી. આપ્પાસાહેબે મને ખાતરી આપી છે કે ઔંધ