પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૪૮
હિંસા વિ∘ અહિંસા

ભારતવર્ષમાં આજે ઠેરઠેર હિંસા અને અહિંસાની પદ્ધતિ વચ્ચે દ્વંદ્વયુદ્ધ ચાલી રહ્યું છે. હિંસા પાણીના પ્રવાહ જેવી છે; ક્યાંકે બાકોરું પડ્યું કે તેમાંથી તેનો પ્રવાહ ભયાનક જોસથી વહેવા મથે છે. અહિંસા ગાંડી રીતે કામ કરી જ ન શકે. એ તો સંયમનનું નવનીત છે. પણ જ્યારે તે સક્રિય બને છે ત્યારે પછી ચાહે તેવડાં હિંસાનાં બળો પણ તેને જેર કરી શકતાં નથી. એ સોળે કળાએ ત્યાં જ ખીલે છે જ્યાં તેના આગેવાનોમાં કુન્દન જેવી શુદ્ધતા અને અતૂટ શ્રદ્ધા હોય છે. તેથી દ્વંદ્વમાં જો અહિંસા હારતી દેખાય તો તે કાં આગેવાનોની શ્રદ્ધા ખૂટવાથી, કાં તેમની શુદ્ધતામાં ખામી આવ્યાથી, કે બેઉ કારણે હશે. આમ છતાં અંતે હિંસા ઉપર અહિંસા જય મેળવશે એવું માનવાને કારણ જણાય છે. જે બનાવો બની રહ્યા છે તેની રૂખ એવી છે કે હિંસાની વ્યર્થતા કાર્યકર્તાઓ આપોઆપ સમજી જશે. પણ એક જાણીતા કાર્યકર્તા લખે છે :

“સત્યાગ્રહનો સામનો કરવાની રજવાડી રીત બ્રિટિશ સત્તાના કરતાં જુદી જણાય છે. કેટલાંક દેશી રાજ્યોમાં અખત્યાર કરવામાં આવતી રીતો અતિ અમાનુષ અને જંગલી છે. આવી પશુતા સામે અહિંસા સફળ થશે ખરી ? સ્રીઓની ઇજ્જત આબરૂની રક્ષા કરવાની પણ શું તેમાં રજા નથી? સામાન્ય કાયદો પણ એવી