પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

મામલો ઊભો કરે એ વાજબી ઠરે કે નહિ ? જો હા કહેતા હો તો પછી મહાસભાની કારવાઈનો વિચાર કરવામાં જયપુરને એ જ ન્યાય લાગુ પડે છે. જો મહાસભાને દફ્તરે બિનદખલગીરીનો ઠરાવ ન હોત તો આ સવાલ ઊઠત જ નહિ એ દેખીતું છે. તેથી જ કાયદાની દૃષ્ટિએ દેશી રાજ્યો પરદેશી મુલકો જેવાં છે એમ કહ્યાને સારુ લોકોએ ઘણી વાર મને દોષ દીધો છે. હું તો દેશી રાજ્યોમાં ભ્રમણ કરનારો રહ્યો, તેથી જાણતો કે ત્યાં લોકો તૈયાર નહોતા.

“તેવી તૈયારી ત્યાંની પ્રજામાં આવતાં જ કાયદાની, બંધારણની અને એવી બધી કૃત્રિમ મર્યાદાઓ લોપ પામી. એ બધી વસ્તુઓ પોતપોતાની હદમાં ઠીક છે, પણ માનવીનું મન એ બધાં કૃત્રિમ બંધનો તોડીવછોડીને એથી ઊંચે ઊડવા લાગતાં જ પછી તે માનવી ઉન્નતિને રૂંધનારાં થઈ પડે છે. આ સ્થિતિ હું મારી આંખ સામે પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. કોઈની પણ પ્રેરણા વગર મેં જાતે તત્કાળ જોઈ લીધું કે અત્યારે ચાલુ છે તે જાતની દરમ્યાનગીરી મહાસભાએ કરવી જ રહી છે. અને જો મહાસભા દેશમાં જે જાતનું નૈતિક બળ આજે બની છે તેવી ચાલુ રહેશે, એટલે કે તેની અહિંસા-નીતિને પરાયણ રહેશે, તો તે એવી દરમ્યાનગીરીની મજલો એક પછી એક કાપ્યે જશે.

“લોકો કહે છે કે મારી દૃષ્ટિ બદલાઈ છે, ને વર્ષોથી હું કહેતો આવ્યો છું તેથી જુદું અત્યારે કહી રહ્યો છું. વાત એમ છે કે સ્થિતિ બદ્લાઈ છે; હું તો એનો એ જ છું. મારી ભાષા અને કારવાઈ વસ્તુસ્થિતિને અનુસરીને ઘડાય છે. મારી