પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
મહાસભા અને દેશી રાજ્યો

આસપાસની સ્થિતિમાં રફતે રફતે વિકાસ થયો, અને સત્યાગ્રહી તરીકે તેનો પડઘો મારા મનમાં પડ્યો.”

ખબરપત્રીએ રાજકોટ તથા વડોદરાના તાજા બનાવો તરફ ધ્યાન ખેંચતાં પૂછ્યું કે આ રાજ્યોમાં મહાસભાએ દોરેલ ધોરણ સામે લઘુમતીવાળા વાંધા ઉઠાવી રહ્યા છે તેનું શું? ગાંધીજીએ કહ્યું :

“આ બીના મારા પર અસર કરી નથી શકી. ચાલુ ઘડીને સારુ કહેવાતાં કોમી તડાં પડે એટલા કારણસર આઝાદીનાં આંદોલન ખેંચી કે રોકી ન શકાય. હું તો ઇતિહાસનું પુનરાવર્તન થતું જોઈ રહ્યો છું. હું જોઉં છું કે હારતી જતી સત્તા જીવવા સારુ વલખાં મારી રહી છે અને આપસનાં વેરઝેર ઉત્તેજી રહી છે, જેને પ્રતાપે તે ચાર દિવસ વધુ નભી જાય. પણ લોકોએ અહિંસાની કળા બરાબર કેળવી લીધી હશે તો એ સત્તાઓના હાથ હેઠા પડશે અને અંતે પ્રજાનો જ ડંકો વાગશે.

“દાખલા તરીકે, રાજકોટી પ્રજા આઝાદ થાય એમાં રાજકોટના મુસલમાનોનો બધો લાભ જ છે, ખોવાપણું કશું છે જ નહિ. આજે તેઓ રાજ્યકર્તાઓની નહિ પણ તેમના સલાહકારોની ખુશી પર નભે છે. કાલે તેઓ પ્રજાના કારોબારમાં ભાગીદાર બનશે, કારણ તેઓ પ્રજાનું અંગ છે. પણ રાજકોટમાં મુસલમાનો તરફનો કશો સાચો વિરોધ છે એવું હું માનતો નથી. તેમને હિંદુઓ જોડે હમેશાં મીઠો સંબંધ રહ્યો છે. મને એનો જાતિઅનુભવ છે. છેલ્લી ત્રણ માસની ઝળહળતી લડત દરમ્યાન પણ રાજકોટમાં હિંદુ-મુસલમાન વચ્ચે કશો વાદવિરોધ સાંભળ્યો નથી. તેઓ ભલે મોટી સંખ્યામાં જેલ