પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭
રાજકોટની લડત

મળ્યો છે : “બેચરભાઈ જસાણી અને બીજા સ્વયંસેવકો પકડાયા. ૨૬ જણને રાતની વેળાએ એજન્સી હદમાં કોઈ દૂરને સ્થળે લઈ જઈ ને ઘાતકી રીતે મારવામાં આવ્યા છે. ગામડાંમાંના સ્વયંસેવકો પર એવી જ વિતાડવામાં આવે છે. એજન્સી પોલીસે રાજની એજન્સીનો કાબૂ લીધો છે અને સદરમાં આવેલાં ખાનગી ઘરોની ઝડતીએ લેવાય છે.”

આ બ્રિટિશ રેસિડેન્ટ બ્રિટિશ મુલકમાં સવિનય ભંગની લડતના દિવસોની બ્રિટિશ અમલદારોની તાંડવલીલાઓની પુનરાવૃત્તિ કરી રહ્યો છે.

હું જાણું છું કે રાજકોટની પ્રજા જો આ બધા પાગલપણા સામે ટકી રહે, સામા પાગલ ન થઈ ઊઠે, અને નમ્રતાથી છતાં દૃઢતાથી અને બહાદુરીથી તેના પર વરસાવવામાં આવનારા જુલમો સહન કરે, તો તે જ અંતે વિજયી નીવડશે; એટલું જ નહિ પણ એથીયે વધુ કામ તે બજાવશે. તે ઠાકોર સાહેબની બેડીએ તોડીને મુક્તિ સંપાદન કરશે. પ્રજા દેખાડી આપશે કે પોતે જ મહાસભાની છત્રછાયામાં રાજકોટની ખરી શાસનકર્તા છે. એથી ઊલટું જો પ્રજા પાગલની સામે પાગલ થઈ ઊઠશે, નિષ્ફળ પ્રતિકારની વાત મનમાં આણશે અને હિંસાનાં કૃત્યો કરશે, તો તેની સ્થિતિ અગાઉના કરતાં બૂરી થઈ પડશે, અને મહાસભાની છત્રછાયાથી કશું નહિ વળે. મહાસભાનું છત્ર તેને જ માટે કારગત નીવડે છે જે અહિંસાના ઝંડાને સ્વીકારે છે, જેમ બ્રિટિશનું છત્ર પશુબળના અનુયાયીઓને જ મદદકર્તા નીવડે છે.

આમ જ્યારે રાજકોટની પ્રજાને રાજા તથા તેની નાનીશી પોલીસનો જ નહિ પણ બ્રિટિશ સલ્તનતના શિસ્તબદ્ધ