પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૫૪
વિષ્ટિને કાજે

સત્ય અને સુલેહને ખાતર વર્ષોથી રાજકોટ ભણી નીકળતી વેળાએ તા. ૨૫–૨–૩૯ ને રોજ ગાંધીજીએ નીચેનું નિવેદન કર્યું છે :

“રાજકોટ સ્ટેટ કાઉન્સિલના પ્રથમ સભ્ય અને મારી વચ્ચે નીચે મુજબ તારવહેવાર થયો હતો :

વર્ધા, તા. ૨૦–૨–૩૯ : સાંભળું છું કે રાજકોટ જેલના સત્યાગ્રહી કેદીઓ સરધારના કેદીઓ પ્રત્યે થતા અમાનુષી વર્તાવને કારણે ઉપવાસ કરી રહ્યા છે. કાંઈ ખુલાસો કરી શકશો ? — ગાંધી

રાજકોટ, તા. ૨૧: આપનો તાર મળ્યો. કાલે હું જાતે સરધાર જઈ આવ્યો. કેદીઓ પ્રત્યેના ગેરવર્તાવની વાત બિલકુલ સાચી નથી. — કાઉન્સિલના પ્રથમ સભ્ય

વર્ધા, તા. ૨૨ : તાર માટે આભાર. ઉપવાસ વિષે તમે ચૂપ છો. અત્યાચારો વિષે વળી લાંબો તાર મને મળ્યો છે તે ન માનવો મુશ્કેલ છે. મારે પોતે આમાં ઝંપલાવવું જોઈએ એમ મારો અંતરાત્મા રોજ રોજ વધુ જોરથી મને કહેતો જાય છે. ઠાકોર સાહેબે કરેલા વિશ્વાસભંગની વેદના સાથે અત્યાચારની આ વધતી જતી બાતમીઓ મને અસહ્ય થતી જાય છે. ઠાકોર સાહેબને કે કાઉન્સિલને મૂંઝવવાનો