પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૯
ઠાકારસાહેબને ગાંધીજીના કાગળ


તેથી આપને વીનવું છું કે આપ નીચેની સૂચનાનો હૃદયપૂર્વક સ્વીકાર કરી મને ચિંતામુક્ત કરો ને અહીંથી કાલે વિદાય કરો.

૧. આપની નં. ૫૦ તા. ૨૬–૧૨–૩૮ ના ગૅઝેટમાં જાહેરાત છે તે કાયમ છે એમ ફરીથી પ્રજાની આગળ જાહેર કરો.

૨. આપની નં. ૬૧ તા. ૨૧–૧–૩૯ના ગૅઝેટની જાહેરાત રદ કરો.

૩. સુધારા સમિતિનાં સાત નામ આપે જાહેર કર્યાં છે તેમાંનાં ૨, ૩, ૫ અને ૭ રહેવા દઈ, રાજકોટ રાજકીય પ્રજાપરિષદવતી બીજાં નીચેનાં નામોનો સ્વીકાર કરો :

૧. શ્રી. ઉછરંગરાય ન. ઢેબર
૨. શ્રી. પોપટલાલ પુ. અનડા
૩. શ્રી. વ્રજલાલ મ. શુક્લ
૪. શ્રી. જેઠાલાલ હ. જોશી
૫. શ્રી. સૌભાગ્યચંદ્ર વી. મોદી

આ સૂચનાના ગર્ભમાં હેતુ એ છે કે રાજકોટ પ્રજાપરિષદની બહુમતી રહે.

મજકૂર નવમાંથી શ્રી. ઉછરંગરાય ઢેબરને પ્રમુખ નીમો.

૪. ત્રણ અથવા ઓછા અધિકારીઓ જેમને પરિષદની વતી હું પસંદ કરી શકું એમને સમિતિના મદદનીશ ને સલાહકાર નીમો. તેમને સમિતિના કામમાં મત આપવાનો અધિકાર ન હોય.

૫. આપ હુકમ કાઢો ! સમિતિને કાગળો, આંકડાઓ, વગેરે જે જે સામગ્રી તથા મદદ જોઈ એ તે સ્ટેટના