પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

ખાતાધિકારીઓ આપે. સમિતિને સારુ દરબારગઢમાં બેઠક કરવાની યોગ્ય જગ્યા આપ મુકરર કરો.

૬. મારી સલાહ છે કે, ઉપરની કલમ ૪થીની રૂએ આપ જેને સલાહકાર નીમો તેને જ આપનું કારભારી મંડળ નીમો. અને તેની ઉપર આપની તા. ૨૬ ડિસેમ્બરની જાહેરાતના હેતુને અનુસરતો કારભાર ચલાવવાનો તેમ જ એ જાહેરાતના હેતુને વિઘાતક એવું કોઈ પણ પગલું ન ભરવાનો ભાર મૂકો. આ સલાહકારમાંના એકને તે મંડળનો પ્રમુખ નીમો, ને તે મંડળ જે નિવેદનો, હુકમો કાઢે તેમાં આપ વગર સંકોચે સહી કરશો એવું જાહેર કરો. જો સમિતિના સલાહકારને કારભારી મંડળ બનાવવાનું આપ પસંદ ન કરો તો જે કારભારી મંડળ નીમો તે પણ મારી સાથે મસલત કરીને નીમો.

૭. સમિતિ પોતાનું કામ તા. ૭–૩–૩૯ ને રોજ શરૂ કરે ને તા. ૨૨–૩–૩૯ ને રોજ પૂરું કરે.

૮. સમિતિની ભલામણનો અમલ તેનું નિવેદન આપના હાથમાં આવે ત્યાર પછી સાત દિવસની અંદર કરવાનું જાહેર કરો.

૯. આવતી કાલે સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકો. તેઓના ઉપર થયેલા દંડ, જપ્તીઓ વગેરે માફ કરો; તેમ જ વસૂલ કર્યાં હોય તે પાછાં આપો.

મિ૦ ગિબસન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે તા. ૨૬મી ડિસેમ્બરની જાહેરાતને લગતું આપ જે કંઈ કરશો તેમાં તે વચ્ચે નહિ આવે.

જો આપ મારી આટલી વિનંતિ આવતી કાલ બપોરના બાર વાગ્યા પહેલાં કબૂલ નહિ કરો તો તે વખતથી મારા