પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૧
ઠાકારસાહેબને ગાંધીજીના કાગળ

ઉપવાસ શરૂ થશે અને તે કબૂલ કરો ત્યાં સુધી ચાલુ રહેશે.

આપ મારી ભાષાને કડક નહિં માનો એવી આશા રાખું છું. જો કડક હોય તો આપના પ્રત્યે કડક ભાષા વાપરવાનો ને કડક થવાનો મને અધિકાર છે. આપના પિતામહનું મારા પિતાશ્રીએ લૂણ ખાધું હતું.

આપના પિતાશ્રી મને પોતાના પિતા તુલ્ય માનતા, મને તો તેમણે જાહેરમાં ગુરુપદ આપ્યું હતું. હું કોઈનો ગુરુ નથી એટલે એમને શિષ્યરૂપે મેં માન્યા ન હતા. હું આપને પુત્રવત્‌ માનું છું. આપ મને ‘પિતાતુલ્ય’ ન ગણો એ બને. જો મને ‘પિતાતુલ્ય’ ગણો તો મારી વિનંતીને આપ ક્ષણમાં સહેજે સ્વીકાર કરો, તે ૨૬મી ડિસેમ્બર પછી પ્રજા ઉપર વીતી છે તેનું દુઃખ જાહેર કરો.

મને સ્વપ્ને પણ આપનો કે રાજ્યનો દુશ્મન ન ગણશો. હું કોઈનો દુશ્મન ન થાઉં; જિંદગીભરમાં થયો નથી. મારો દૃઢ વિશ્વાસ છે કે મારી વિનંતીના હાર્દિક સ્વીકારમાં આપનું હિત છે, ભૂષણ છે, આપનો ધર્મ છે.

આપને એમ લાગશે કે મારી સૂચનાઓમાં કોઈ મેં તા. ૨૬ ડિસેમ્બરના નિવેદનની બહાર જઈને કરી છે.

ઉપરટપકે વિચારતાં એમ કહી શકાય. આપ જોશો કે પરિષદની બહારના સભ્યોને સ્વીકાર કરવામાં મેં આપના સ્વમાનનો જ ખ્યાલ રાખ્યો છે. એટલે એ તો રાજ્યપક્ષની જ વસ્તુ થઈ. બીજી સૂચનાઓ જે મજકૂર નિવેદન બહારની ગણાય એ રાજ્યપક્ષની ન ગણવી હોય તો એમ કહી શકાય. પણ તે પરિસ્થિતિ મને જણાતા આપના પ્રતિજ્ઞાભંગમાંથી જ