પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૯
પ્રેમપંથ પાવકની જ્વાળા

છે કે મારા ઉપવાસના પ્રસંગને લઈને તેઓ રાજખટપટના આ ઝેરી વાતાવરણની જીવલેણ અસર, જે કાઠિયાવાડમાં વસનારના જીવનને દોહ્યલું બનાવી મૂકે છે, તેનાથી કાઠિયાવાડને મુક્ત કરે.

રેસિડેન્ટને પત્ર

આનંદકુંજ,
રાજકોટ, માર્ચ ૨, ૧૯૩૯

 


પ્રિય મિ. ગિબસન,

ઘણા ખેદપૂર્વક પણ ધર્મ સમજીને મેં હમણાં જ ના. ઠાકોર સાહેબને એક કાગળ લખ્યો છે તેની નકલ આ જોડે બીડું છું, હું હજુ તેનો અંગ્રેજી તરજુમો કરી શક્યો નથી તેથી મૂળ ગુજરાતીની જ નકલ મોકલું છું. અંગ્રેજી આજે દિવસ દરમ્યાન મોકલવા ઉમેદ રાખું છું. તે મળ્યેથી કૃપા કરીને તેને જ એકમાત્ર સત્તાવાર તરજુમા તરીકે અગર જાણે કે તે જ મૂળ હોય તેમ ગણજો.

મારી દરખાસ્તના અમલમાં તમારા શકય તેટલા બધા જિગરભર્યા સહકારની આશા રાખું ?

તમારો
મો∘ ક∘ ગાંધી

 


બળતામાં ઘી

ઠાકોર સાહેબનો જવાબ વાંચીને ગાંધીજીએ નીચના ઉદ્‌ગારો કાઢ્યા હતા :

ઠાકોર સાહેબનો જવાબ દુઃખદ છે. મારે કહેવું રહ્યું છે કે એમને અવળી સલાહ મળી છે. આ જવાબ તો બળતામાં