પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૧
દેશી રાજ્યોનો પ્રશ્ન

એક હાથે દીધું તે બીજે હાથે લઈ લીધા બરોબર થાય. એ કેમ બને ?

જો રાજા અને તેમના સલાહકારોને જ પસંદગી કરવાની હોય, તો તેમને એવી સમિતિ નીમતાંયે કોણ રોકે કે જેમની ભલામણો જ એવી હોય જે રાજ્યે કરેલી જાહેરાતના હેતુને જ સંપૂર્ણપણે નિષ્ફળ કરી મૂકે ?

પણ હવે એ વિષે દલીલ કરવાપણું રહ્યું નથી. ઠાકોર સાહેબે મને લખ્યો છે તે કાગળ જ જો એમનું આ બાબતમાં છેવટનું કહેવું હોય તો મારો ઉપવાસ મારો દેહ પડતા સુધી ચાલુ રહેશે. મને ઉમેદ છે કે આ કસોટીમાંથી હું પ્રસન્ન ચિત્તે પસાર થઈશ. અને હું જાણું છું કે મારે જીવતે જે નહિ સધાય તે મારી આહુતિ પછી નિઃસંશય સિદ્ધ થશે.

ઠાકોર સાહેબને ગાંધીજીનો બીજો પત્ર

મહેરબાન ઠાકોર સાહેબ,

તમારો પત્ર વાંચી દુઃખ થયું. વચનની તમને કંઈ કિંમત હોય એમ લાગતું નથી. તમારું વર્તન તો કોક મોટા દાનનું વચન આપી એ વચનનો ભંગ કરનાર માણસ જેવું છે. તા. ૨૬ ડિસેમ્બર, ૧૯૩૮ ની જાહેરાતથી તમે પ્રજાને કેટલું વિશાળ દાન કર્યું હતું ! ઉદારતા એ રાજવંશી ખવાસનું એક લક્ષણ છે અને આભૂષણ પણ છે.

એ જાહેરાતથી તમે એક ઉદાર દાન જાહેર કર્યું હતું. સુધારણા સમિતિના સભ્યોનાં નામોની પસંદગી કરવાનો હક જતો કરવાનો એમાં પ્રધાન સૂર છે. અને આપણા કિસ્સામાં તો તમે સરદારને, પરિષદના પ્રતિનિધિ તરીકે, એક ખાસ