પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૩
દેશી રાજ્યોનો પ્રશ્ન

યાદીમાં કરવામાં આવ્યા છે. તેથી વસ્તુસ્થિતિ જાહેર આગળ મૂકવાની મને ફરજ પડે છે.

બેઉ જેલોની મારી મુલાકાત પછી ખાંસાહેબને મેં કહ્યું હતું કે, કેદીઓની કથની સાંભળીને હું સમસમી ઊંઠ્યો હતો અને તેમણે કરેલા આરોપો માનવા તરફ મારું વલણ જતું હતું. તેમાંના ઘણાને હું અંગત રીતે પિછાનતા હતો અને બીજા ઘણા સમાજમાં મોભાદાર અને પ્રતિષ્ઠિત ગણાતા સદ્‌ગૃહસ્થો હતા, જેમનું કહેલું ખોટું સાબિત કરવામાં આવે ત્યાં સુધી હરકોઈ સાચું જ માને. તેથી મેં ખાંસાહેબને કહ્યું કે આરોપો એટલા ગંભીર હતા તેમ જ એટલા બધા પ્રકારના હતા કે રાજ્યને ન્યાય આપવાનો એકમાત્ર રસ્તો મારે સારુ એ હતો કે નિષ્પક્ષ અદાલત સામે તેની ન્યાયસરની તપાસ સૂચવવી. ખાંસાહેબે પોતાના તરફથી તો મારી સૂચનાનો તત્કાળ સ્વીકાર કર્યો, અને મારી વિનંતીના જવાબમાં અમુક અંગ્રેજ અમલદારોનાં તેવી ન્યાયસરની તપાસ ચલાવનાર તરીકે નામ પણ્ સુચવ્યાં. અમારી વચ્ચે એમ પણ ઠર્યું કે મારે તહોમતનામું તૈયાર કરી ખાંસાહેબને આપવું. તે તેને તપાસે, તેના જવાબ આપે, અને પોતાના તરફનું સામું તહોમતનામું તૈયાર કરે, જે હું તપાસું ને તેના જવાબ આપું. આમાં જેટલા આરોપોનો બેઉ પક્ષની કબૂલાતે છેદ ઊડી જાય તે જતાં જો કંઈ બાકી રહે તો તે ન્યાયસરની તપાસ માટે નક્કી કરેલી અદાલત સમક્ષ મૂકવા.

ખાંસાહેબે મને એમ પણ પૂછ્યું કે સત્યાગ્રહીઓ સામે નર્યા જૂઠાણાના જે આરોપો એઓ લાવવા માગતા હતા તે સાચા ઠરે તો હું તેનું શું પરિમાજન કરું? મેં કહ્યું કે જો