પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૫
'પ્રેમ પંથ પાવકની જ્વાળા'


ના. વાઈસરૉયનો સંદેશો

“તમારો સંદેશો મને હમણાં જ મળ્યો. તે માટે તમારો ઘણો આભારી છું. હું તમારી સ્થિતિ સમજું છું.

તમે જે કહો છો તે પરથી સ્પષ્ટ છે કે આ પ્રકરણમાં વચનભંગ થયો છે એમ જે તમને લાગ્યું છે એ જ મુદ્દાની વાત છે. હું જોઈ શકું છું કે ઠાકોર સાહેબની જાહેરાત, જેની તેમણે પાછળથી સરદાર વલ્લભભાઈ પટેલને આપેલા કાગળથી પૂરણી કરવામાં આવી હતી, તેના અર્થ વિષે શંકાને સારુ અવકાશ હોઈ શકે એમ છે. અને તેથી મને લાગે છે હું એવી શંકાનો ઉકેલ કરવાનો સૌથી સરસ માર્ગ એ જ છે કે દેશના સૌથી વડા ન્યાયમૂર્તિ આગળ તેનો અર્થ કરાવવો. તેથી હું એવી દરખાસ્ત કરું છું કે ઠાકોર સાહેબની સંમતિથી — અને એઓ તેવી સંમતિ આપવા તૈયાર છે એવા ખબર આવ્યા છે — તેમની ઉપર જણાવેલી જાહેરાત તથા કાગળની રૂએ સમિતિ કઈ રીતે રચાવી જોઈએ એ બાબત ઉપર હિંદના વડા ન્યાયમૂર્તિનો અભિપ્રાય લેવો. આ પછી એમણે આપેલા નિર્ણય મુજબ સમિતિ નીમવામાં આવે, અને એમ પણ ઠરાવવામાં આવે કે સમિતિના સભ્યો વચ્ચે પણ જે જાહેરાતને અનુસરીને એમણે ભલામણો કરવાની છે તેના કે તેના કોઈ અંશના અર્થ વિષે મતભેદ ઊભો થાય તો તે સવાલ પણ એ જ વડા ન્યાયમૂર્તિ પાસે રજૂ કરવામાં આવે ને તેમનો નિર્ણય છેવટનો ગણવામાં આવે.

હું પૂર્ણપણે માનું છું કે આવી ગોઠવણ ઠાકોર સાહેબ તરફથી પોતે પોતાની જાહેરાતમાં આપેલાં વચનોનો અમલ કરશે એવી ખોળાધરી સાથે અને મારા તરફથી પણ તેઓ