પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૫૮
પૂર્ણાહુતિ

મારા અભિપ્રાય મુજબ આ પૂર્ણાહુતિ લાખો જનતાની પ્રાર્થનાનું ફળ છે. મારાં એ દરિદ્રનારાયણોને હું ઓળખું છું. ચોવીસે કલાક મને એમનું રટણ છે. સવારે જાગતાં ને રાત્રે સૂતાં એમનું જતન એ જ મારું ભજનપૂજન છે, કારણ એ મૂગાં દરિદ્રનારાયણોના અંતરમાં વસતા પ્રભુ સિવાય બીજા ઈશ્વરને હું નથી ઓળખતો. તેમને એ અંતરજામીની ઓળખ નથી, મને છે. અને હું એ જનતાની સેવા વાટે જ પરમેશ્વરને સત્યરૂપે કે સત્યને પરમેશ્વરરૂપે ભજું છું.

પણ હું જાણું છું કે એ દરિદ્રનારાયણો ઉપરાંત આખી દુનિયાભર બીજા પણ ઘણા ઘણાની પ્રાર્થનાઓ તથા સહાનુભૂતિ મારે સારુ વહી રહી હતી અને બુદ્ધિશક્તિવાળા વર્ગે માનભરી સમજૂતી કરાવીને ઉપવાસનો સત્વર અંત આણવા અવિરત યત્ન કર્યો હતો. આમાં અંગ્રેજ, હિંદી સૌ કોઈ સામેલ હતા. રાજકીય દૃષ્ટિએ જોતાં આ સમાધાન ના. વાઈસરૉયે કરાવ્યું ગણાય.

હું જાણું છું કે અંગ્રેજ લોકો ઉપવાસની રીત સમજી શકતા નથી — ખાસ કરીને જેને કેવળ રાજદ્વારી ગણી શકાય તેવા પ્રશ્નને અંગે ઘણી વાર તો તેમને આવી રીત પ્રત્યે નરી સૂગ જ ચડે છે. એવા હિંદીઓને પણ હું જાણું છું