પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨
દેશી રાજ્યોનો પ્રશ્ન

તરીકે રહે એવી મારી ઇચ્છા છે. પણ તેમણે સુધ્ધાં કાળને ઓળખીને ચાલવું પડશે. તેમણે પોતાનાં જીવન નવેસર રચવાં પડશે. જેમના પર તેઓ એક પ્રકારનો અધિકાર ભોગવે છે તે પ્રજા જોડે તેમણે ઓતપ્રોત થવું પડશે.

મુસલમાન ભાઈઓ પણ આવેલા. મેં મુદ્દલ આનાકાની વગર કે દલીલ કર્યા વગર તેમને કહી દીધું કે તેમનાં ખાસ હિતોની રક્ષાની તેમને ખોળાધરી આપવામાં આવશે. વળી જો રાજકોટમાં તેમને આંકેલ બેઠકો સાથેનો સ્વતંત્ર મતાધિકાર જોઈતો હોય તો તે પણ હું કરાવી આપું. ધાર્મિક સ્વતંત્રતાની સંપૂર્ણ રક્ષાને સારુ વગરમાગ્યે તેમને પૂરેપૂરી ખોળાધરી અપાશે. અને સુધારા સમિતિ ઉપર નિમાવાની બાબતમાં પણ જો તેમનો આગ્રહ હશે તો હું તેમનો વિરોધ નહિ કરું. તેમના મનમાં અને આખા દેશભરના મુસલમાનોના મનમાં આ બાબતમાં કશો વસવસો ન રહેવા પામે તે સારુ આ વાત અહીં કહી નાંખવી મેં જરૂરી ગણી. હું ઇચ્છું છું કે તેઓ સમજે કે હું અથવા મહાસભા એમને એમનાં દીન તથા સંસ્કૃતિની રક્ષાને સારુ જે કઈ ખોળાધરીઓ જરૂરી હોય તેમાં લેશમાત્ર ઘટાડો કરવાનો ગુનો કદી પણ નહિ કરીએ.

આજે સવારે ૧૦–૪૫ વાગ્યે મને મળેલા ના. વાઈસરૉયનો તારનો સંદેશો અને મેં તેમને તારથી વાળેલો જવાબ જ માત્ર મેં છાપાંમાં પ્રગટ કર્યો છે. એ વિષે મારે ખુલાસો કરવો રહ્યો છે. આ બે સંદેશાઓમાં તે અગાઉના સંદેશાઓની આપેલેનો ઉલ્લેખ છે. ના∘ વાઈસરૉયની પૂરી સંમતિથી હું તે છાપતો નથી. તેમણે મને નથી રોક્યો. હું જાણું છું કે જાહેર કાર્યકર્તાઓને છૂપા સંદેશા મોકલવામાં તેઓ માનતા