પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૩
પૂર્ણાહુતિ

નથી. પણ જેની ચર્ચા અત્યારે કરવી બિનજરૂરી ગણાય એવાં કારણોસર, જે કાર્યને ખાતર આ બધો વહેવાર થયો તે કાર્યના જ હિતની દૃષ્ટિએ, એ પ્રગટ કરવો એ ડહાપણભર્યું નથી એ દલીલ મને ગળે ઊતરી. તે પ્રગટ કરવાની જરૂર કદી ન પડો. મારા સંદેશાઓમાં એવા ઉલ્લેખ છે જેની વિગત આપવી પ્રસ્તુત ગણાય, પણ તે ઉલ્લેખ જાહેર પ્રજાને સારુ કરેલા નથી. તેથી આગલા સંદેશાઓ પ્રગટ ન કરવાની જવાબદારી મારી એકલાની છે.

મહાસભાના અધિવેશન વિષે પણ કહી લઉં. મારો જીવ ત્યાં વળગ્યો છે, પણ હું જોઉં છું કે હવે મારાથી ત્યાં નહિ જ પહોંચી શકાય. હજુ મને નબળાઈ ઘણી છે. પણ એથીયે વધુ મહત્ત્વની વાત તે એ છે કે રાજકોટ પ્રકરણ અને તેના ગર્ભમાં રહેલું બધું પૂરું પાર ઉતારવું હોય તો મારે ત્રિપુરી તથા રાજકોટ એમ બેઉ જગાએ મારું ધ્યાન ન વહેંચવું જોઈએ. રાજકોટ ઉપર જ મારું બધું લક્ષ એકાગ્ર કરવું જોઈએ. અહીં હજુ ઘણું કરવાનું રહ્યું છે. દિલ્લી પણ શક્તિ આવે કે તરત જવું જોઈએ. મને આશા છે કે ત્રિપુરીમાં સૌ સારાં વાનાં થશે.

આટલાં બધાં વરસમાં આ વરસે જ મહાસભાના અધિવેશનમાં ગેરહાજર રહેવું એ મારે સારુ એક અજબ અનુભવ છે. પણ જે થયું તે સારું જ થયું છે. મારા વગર કશું ગંભીર કામકાજ થઈ શકે નહિ એવું અભિમાન મારામાં શા સારુ જોઈએ ? ત્રિપુરીમાં મળેલા લોકનેતાઓ મારા જેટલા જ હિમ્મતવાન, ત્યાગી અને કર્તવ્યપરાયણ છે, તેથી મને તો શંકા જ નથી કે બીજી કોઈ નીતિ અખત્યાર કરવામાં આવે