પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૬૨
સમય ઓળખો

હું જોઉ છું કે ત્રાવણકોર રાજ્યના દીવાન સર રામસ્વામી આયરને ત્રાવણકોરના બે ભડવીર શ્રી. તાણુ પિલ્લૈ તથા શ્રી. રામચંદ્રનનો તેમને જેલમાં મોકલવા કરતાં ચડિયાતો ઉપયાગ ન જડ્યો. આ કાર્યકર્તાઓ તો બહારની પેઠે જ જેલમાં પણ પોતાનો હિસાબ બરાબર આપશે. પણ ત્રાવણકોર દરબારને હું તેમના આ પગલા માટે મુબારકબાદી નથી આપી શકતો. હું રાજકોટમાં હતો ત્યારે જ સર રામસ્વામી આયરનું વક્તવ્ય મેં વાંચ્યું હતું, જેમાં પેાતે જેને બહારની દખલગીરી કહે છે તેને વખોડી કાઢી છે. ત્યારે શું રાજાઓ મરજીમાં આવે તેવી અને તેટલી બહારની મદદ મંગાવે અને લે અને એકલી પ્રજા જ તે ન લઈ શકે એમ ? રાજાઓ ઉપર તે બહારની મદદ લેવા સામે કશો જ પ્રતિબંધ નથી. પ્રજાપક્ષે તો તેવી મદદ લેવા સામે સ્વેચ્છાએ જ ઘણી મર્યાદા મૂકી છે.

આખરે હું સત્યાગ્રહશાસ્ત્રના એક નિષ્ણાત તરીકે સલાહ આપવા સિવાય બીજું શું કરી નાંખું છું? અને આમ કરીને હું અહિંસાની ભાવનાને અને સુલેહશાંતિના કાર્યને ધપાવું છું. દેશી રાજ્યોની અને બ્રિટિશ મુલકની પ્રજા વચ્ચેનો સંબંધ હાડનો, જીવલગ અને અવિભાજ્ય છે. રાજાઓ વચ્ચે તેવું કશું નથી. તેઓ તો એકબીજાથી સ્વતંત્ર છે અને તેવા