પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૯
સમય ઓળખો

હોવા વિષે મગરૂરી ધરાવે છે. એક જ વસ્તુ તેમને એકદોરે બાંધનારી છે, અને તે ચક્રવર્તી સત્તાની તાબેદારી. એ સત્તાની સ્પષ્ટ કે મોઘમ રજા વિના તેમનાથી એક તણખલું પણ આમથી તેમ કરી શકાય એમ નથી.

પણ આજે તો ચક્રવર્તી સત્તા પોતે જનતા — જેમાં દેશી રાજ્યોની પ્રજાનો પણ સમાવેશ છે — ની ઇચ્છા પર વધુ ને વધુ પ્રમાણમાં નભવા લાગી છે. અને જનતાને જો પોતે સત્ય, અહિંસા વાટે અજેય બળ કેળવી શકે છે એ વાતનું દર્શન થાય, તો ચક્રવર્તી સત્તા સ્વેચ્છાએ ખસી જશે અને પ્રજાસત્તા તેનું સ્થાન લેશે. તેથી મને તો લાગે છે કે સર રામસ્વામી સ્વામી અને તેમની જોડે સહમત થતા બીજા દીવાનો રાજાઓના અવળા સલાહકારો છે અને રાજાઓની કુસેવા કરી રહ્યા છે. મહાસભાને અને મહાસભાના કાર્યકર્તાઓને અવગણવાનો તેમનો પ્રયાસ એ ધસમસતાં પૂરને હાથની હથેળીથી થોભાવવા મથનાર બાળકના પ્રયાસ જેવો છે. પ્રજાની ન્યાય આકાંક્ષાઓને ગૂંગળાવવાના આ પ્રયત્ન ચોક્કસપણે એક બાજુએ દેશી રાજ્યોની પ્રજાઓ જે પોતાના રાજાઓ પ્રત્યે વફાદાર રહેવા માગે છે તેમની અને રાજાઓની વચ્ચે, અને બીજી બાજુએ રાજા અને બની શકે તો તેમને મદદ કરવા ઇચ્છતી મહાસભા એ બેની વચ્ચે, કડવાશનાં બીજ વાવે છે.

હું રાજાઓને તથા તેમના સલાહકારાને વીનવું છું કે કાળબળને પિછાનો, સમય ઓળખો, અને તેને વરતીને ચાલવા લાગો. જુલમો વર્તાવીને તમો કદાચ ચાર દિવસને સારુ આઝાદીની ચળવળને ભોંયરે પેસાડવાની સફળતા મેળવશો, પણ તમે તેને કદાપિ કચડી શકવાના નથી. હું તો એમ