પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૧
સમય ઓળખો

સેવાના સામાન્ય સૂત્રે ગૂંથાઈને સંગઠિત થાય. વિદ્યાર્થીઓ પણ આ કામમાં ઘટતો હિસ્સો લઈ શકે છે. ‘ઉતાવળા સો બાવરા’ એ કહેણી સત્યાગ્રહીઓ યાદ રાખે. તેમની આઝાદી જે દિવસે તેમણે એ આઝાદીને સારુ સત્ય અને અહિંસાને માર્ગે, એટલે કે સમજ અને શિસ્તપૂર્વકના આત્મબલિદાનથી, લડવાની પ્રતિજ્ઞા લીધી તે જ દિવસે અંકાઈ ચૂકી છે. કારણ હું જાણું છું કે લીધેલી પ્રતિજ્ઞાનો ભોગ તેમને હાથે કદી થવાનો નથી.

નવી દિલ્લી, તા. ૨૦–૩–૩૯
હરિજનબંધુ, ૨૬–૩–૧૯૩૯