પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૭
દેશી રાજ્યો

નથી પહોંચ્યું, કારણ પ્રજાની નાડ ઉપર હંમેશાં મારો હાથ રહ્યો છે; અને પ્રભુનો પાડ છે કે જ્યાં મને ભયની ગંધ સરખી આવી અથવા મારા અભિપ્રાય કે ગણતરીમાં મને ભૂલ માલૂમ પડી ત્યાં તત્કાળ પાછું પગલું ભરતાં હું અચકાયો નથી. એટલું નુકસાન અવશ્ય કબૂલ કરવું જોઈએ કે પૂર્વતૈયારીની બાબતમાં લોકો ઢીલા રહેવાને ટેવાયા, અને તેથી એવી તૈયારીના લૂખા નિયમોના પાલનની બાબતમાં જાળવવાની કડકાઈ હવે તેમને અરુચિકર થઈ પડે છે.

અને છતાં એવું પાલન અને તૈયારી જ સત્યાગ્રહની તાલીમનું સૌથી મહત્ત્વનું અંગ છે. પાર વિનાનું વૈતરું કરવાની અતિ જરૂરી પાયરીઓ ચડ્યા વગર ઉમેદવાર સત્યાગ્રહી અમોઘ, સક્રિય અહિંસાને ખીલવી શકતો નથી. પણ સરખી રીતે સમજાય તો દમન સત્યાગ્રહીમાં સ્વાભાવિક અને સહેજે સ્ફુરી આવનારી વિરોધશક્તિ જગાડે છે, એ બતાવી આપવામાં જો હું સફળ નીવડ્યો હોઉં તો આવી સમજ સત્યાગ્રહીના રચનાકાર્યની અને તેના પ્રતીક્ષાકાળની દેખીતી રૂક્ષતાને બદલી નાંખશે. ખરું જોતાં આ વસ્તુઓ લૂખી અને નીરસ લાગે છે એ જ સત્યાગ્રહની તેમ જ અહિંસાની શક્તિ અને ખૂબીની કદરનો અભાવ સૂચવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, સત્યાગ્રહની ભાવના હજી પચી નથી અને શોધકના હૈયામાં અજાણ્યે પણ હજુ હિંસા ફેરા મારે છે.

તેથી મને ઉમેદ છે કે દમન ગમે ત્યાં થાય તોય તેનાથી લોકો નાસીપાસ નહિ થાય, બલ્કે તેથી ઊલટુ તેમની રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. પ્રજાને પક્ષે ચાલતા સુધી આપણા સાવ અહિંસક ઇરાદાની સત્તાવાળાઓને પેટ