પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૬૮
રામદુર્ગનો હત્યાકાંડ

અત્યાર સુધીમાં રામદુર્ગને વિષે મેં એક પણ શબ્દ કહ્યો નથી ડૉ. હરડીકરે મને તાર કરેલો કે એમની વાત સાંભળ્યા વિના મારે કશો ચોકસ અભિપ્રાય પ્રગટ કરવો નહીં. અને રાજકોટે મને બીજા કશા કામને સારુ એક ક્ષણની પણ ફુરસદ રહેવા દીધી નહીં. શ્રી. દિવાકર, કૌજલગી અને હરડીકરે તૈયાર કરેલું એ પ્રસંગનું બયાન મેં હમણાં આગગાડીમાં જ વાંચ્યું છે. શ્રી દિવાકરનો એક પ્રકાશ પાડનારો કાગળ પણ મેં વાંચ્યો છે. એ હત્યાકાંડ વિષેના શ્રી. ગંગાધરરાવ દેશપાંડેના બયાનનો પણ મેં અભ્યાસ કર્યો છે. રામદુર્ગ પ્રજા સંઘના પ્રમુખ શ્રી. મુન્નવલી અને શ્રી. મગડી મને મળી ગયા હતા. શ્રી. દિવાકર, કૌજલગી અને હરડીકરનું બયાન નિષ્પક્ષપણે લખાયેલું છે ને જેટલું લખાણ એમાં છે તે સંતોષકારક છે. એમનો ઉપસહાર આ પ્રમાણે છે:

“અંતે અમને લાગે છે કે રાજ્યના અમલદારો ઘણે અંશે કુનેહ વિના વર્ત્યા છે કે તેમણે પોલીસોને તેમનું ધાર્યું કરવા દીધું છે. અમે માનીએ છીએ કે તેઓ જો જરા વધારે ધીરજથી વર્ત્યા હોત અને, ઘણી વાર કરેલું તેમ, પ્રજા સંઘના કાર્યકર્તાઓની સજ્જનતા પર વિશ્વાસ રાખી તેમના પર બધું છોડી દીધું હોત તો તેઓ પરિસ્થિતિને કાબૂમાં શખી શક્યા હોત. પણ રાજ્ય તરફથી ઘોંચપરોણો થયેલો એ જોકે ખરું છે, છતાં એ ઘોંચપરોણો એટલો ભારે નહોતો કે જેથી માણસની પશુવૃત્તિ ભભૂકી ઊઠે, અને એનું કારણ લોકોનો અતિશય ઉશ્કેરાઈ જાય એવો સ્વભાવ જ છે