પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૩
રામદુર્ગનો હત્યાકાંડ

એમ ગણવું જોઈએ. લોકોએ અફવા સાચી માની લીધી અને ઉશ્કેરાઈ ગયા એમ લાગે છે.

પણ ગમે તેટલો ભારેમાં ભારે ઘોંચપરોણો થયો હોય તોપણ, એથી લોકોની હિંસા સકારણ કે વાજબી હતી એમ તો બિલકુલ કહી જ ન શકાય. વસ્તુતઃ જેટલો ઘોંચપરોણો વધારે, તેટલી અહિંસાવૃત્તિ દાખવવાની તક અને જરૂરિયાત વધારે ગણાય. એ આપણો આદર્શ હોઈ, કોઈ પણ સંજોગોમાં જરા જેટલી પણ હિંસાનો બચાવ આપણાથી થઈ શકે નહીં. જે બનાવો બન્યા છે તે એ જ બતાવે છે કે લોકોમાં જે હિંસાની શક્તિ છૂપી પડેલી હતી. તેના પર પ્રજાસંઘનો કશો અંકુશ ન હતો. આ ભારેમાં ભારે દુઃખદાયક વસ્તુ છે, અને આ હત્યાકાંડથી રાજસ્થાનોમાંની સર્વ પ્રજાકીચ હિલચાલોને ધક્કો લાગ્યા વિના રહેવાનો નથી. આ ક્ષેત્રમાં કામ કરનાર સૌને એ સ્પષ્ટ ચેતવણીરૂપ છે, અને દરેક જણે પાકું સમજવું જોઈએ કે, લોકોને અહિંસાની સાચી તાલીમ ન મળી હોય ને નિયમપાલનની ટેવ ન પડી હોય ત્યાં સુધી કોઈ પણ મોટી સામુદાયિક હિલચાલ શરૂ કરવી એ ડહાપણભર્યું નથી.”

મારી પાસે આવેલા પુરાવાનો અભ્યાસ કરતાં હું એ નિર્ણય પર આવ્યો છું કે, રાજ્ય તરફથી ગમે તેટલો ઘોંચપરોણો થયો હોય તોપણ લોકોનો ઉત્પાત અવિચારી, ઘાતકી ને ઇરાદાપૂર્વક કરેલો હતો. ગામડાંમાંથી બે હજાર ઉપરાંત માણસો વેર વાળવાના ચોકસ ઇરાદાથી ભેગાં થયેલાં હતાં. પ્રમુખ અને બીજા કેદીઓને છોડાવવાની એમની પાકી ધારણા હતી. લોકોના જંગલીપણાને માટેના વાંકમાંથી મહાસભાવાદીઓ છટકી શકે એમ નથી. ગામડાંના લોકોને ખોટો પાઠ શીખવાઈ રહ્યો હતો. ઉત્કલમાં રણપુરનો કિસ્સો બન્યો એ ચેતવણીની પહેલી નિશાની હતી. રામદુર્ગ એ બીજી છે. રામદુર્ગના