પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૭
હૃદયમંથન

પરમ દિવસે ગિબસન સાહેબને મળવા ગયો હતો. અને મેં આગ્રહ કર્યો હોત તો તે તો હા જ કહેત. પણ અમારી વાતો ચાલતી હતી એટલામાં મને સૂઝી આવ્યું કે, ‘હું આ શું કરી રહ્યો છું? કરવા જેવી જે વાત છે તે તો જુદી જ છે.’ મેં ગિબસન સાહેબને કહ્યું, ‘જે કહેવા માગું છું એ તમે પણ કબૂલ કરશો કે એક શરાફી વાત છે.’ મેં જ્યારે એ સંભળાવી ત્યારે તેમણે કહ્યું, ‘હા, તમે કહો છો એ વાત છે તો શરાફી.’

હવે મારા એ પગલાની પાછળ કયું માનસ છે એ બતાવું. મને એક વસ્તુ ખટકી રહી હતી. અહિંસામાં હિંસકની હિંસાને શમાવવાની શક્તિ હોવી જોઈએ. જો અહિંસાનો એ ગુણ સિદ્ધ ન થઈ શકે તો માની લેવું જોઈએ કે તેમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. દક્ષિણ આફ્રિકામાં હિંંદી પ્રજાએ સત્યાગ્રહની લડતને પરિણામે જે મેળવ્યું તે કંઈ શત્રુતાથી મેળવ્યું નહોતું; અને અંતે તો જનરલ સ્મટ્સ મારા જીવનભરના મિત્ર બન્યા. લંડનમાં ગોળમેજી પરિષદ વેળાએ પણ તેમણે ખૂબ મદદ કરેલી. એમનું ચાલત તો બધું જ અપાવત. દક્ષિણ આફ્રિકામાં છેલ્લી સમાધાની થઈ ત્યારે તેમણે કહેલું કે, “મેં તો ગાંધીના માણસો ઉપર સારી પેઠે સખ્તી કરી પણ તેમણે એ મૂંગે મોંએ સહન કર્યું. આવા લોકો ઉપર ક્યાં સુધી સખ્તી કર્યા કરું?’

તમે એમ નહિ માનતા કે દરબાર વીરાવાળાને જીતવું એ જનરલ સ્મટ્સને જીતવા કરતાં વધારે અઘરું છે. મારા મનમાં વિચાર આવ્યા કરે છે કે જે દક્ષિણ આફ્રિકામાં