પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

છું, પણ વસ્તુસ્થિતિ પ્રત્યે તમે આંખ ન મીંચો એમ ઇચ્છું છું. દરબાર વીરાવાળાના સદ્‌ભાવને જાગૃત કરી, વીનવી, સમાધાની કરાવવાનો કઠણ અને નાજુક પ્રયાગ હું કરી રહ્યો છું. સાથે સાથે ચુકાદામાં કલ્પેલાં પગલાં લેવડાવવા પણ મથી રહ્યો છું. રાજકોટનો મામલો પ્રથમ દર્શને દેખાય છે તેટલો સાદો કે છીછરો નથી. તેની પાછળ બીજાં અને મહાબળવાન બળો મંડાયેલાં છે.

આ મામલાના ઉકેલને સારુ નવો માર્ગ ગ્રહણ કરવાની આવશ્યકતા તમારી જોડે ચર્ચ્યાને અઢાર દિવસ થયા. દિવસ જાય છે તેમ મારો અભિપ્રાય દૃઢ થતો જાય છે. હું કબૂલ કરું છું કે મિ. ગિબસનને અપાર વિલંબ વિષે તેમ જ ભાયાતોને મેં તેમને આપેલી ખોળાધરીનો અર્થ વડા ન્યાયાધીશ પાસે કરાવવાની તેમની સૂચના વિષે મેં લખ્યું તેમાં મારી અધીરાઈ હતી. કાયદાની દૃષ્ટિએ હું સાચો હતો, પણ અહિંસા કાયદેસર અધિકારો ઉપર ચાલતી નથી.

હવે મને દર્શન થયું છે કે અપાર ધીરજથી મારે રસ્તો ખેડવો રહ્યો છે. એ કંઈ જાદુઈ આંબાનું ઝાડ નથી જે આંખના પલકારામાં હથેળીમાં ઉગાડી બતાવી શકાય. એને સારુ સવિનય ભંગ કરતાં પણ વધુ પ્રાણવાન એવું બળ જોઈએ. એ બળ તે અહિંસાના મૂળમાં પડેલો પ્રેમનો સિદ્ધાંત, જે નવા પ્રકાશની મને ઝાંખી થયાનું ભાસે છે તે આ. હજી ઝાંખી છે તેથી તેની સ્પષ્ટ વ્યાખ્યા હું નથી કરી શકતો.

મારાથી બને તો, દરબાર વીરાવાળાને શાંત કરવાના કામમાં આગળ વધતા પહેલાં ચુકાદાના આશ્રયને હું સાવ