પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૭૪
કેટલે સુધી?

દેશી રાજ્યોની પ્રજાને તેમની માગણીઓનો સૂર જરૂર લાગે ત્યાં હળવો કરવાની મેં આપેલી સલાહ વિષે લખતાં એક પત્રલેખક જણાવે છે કે, “એમ પ્રજાએ ક્યાં સુધી હળવું થવું ? અને માગણીઓમાં ઘટાડો કરવાનો સૂચવ્યો હોય તો તેવા ઘટાડાનો તમારો શો ખ્યાલ છે ? દાખલા તરીકે જયપુરમાં. ત્યાંની પ્રજાકીય માગણી તો તમે પોતે ઘડી છે એમ કહેવાય.”

મેં વાપરેલી ભાષા ધ્યાનપૂર્વક વંચાઈ હોત તો આવો પ્રશ્ન ઊઠવા પામત નહિ. સૌ પહેલાં તો મારા લખાણમાં ‘જરૂર હોય ત્યાં’ એવી શરત છે. આવી જરૂર સ્પષ્ટ સિદ્ધ થવી જોઈએ, અને દરેક સમિતિએ એવી જરૂરિયાતને બરાબર કસીને તપાસવી જોઈએ તથા તેનું પ્રમાણ ઠરાવવું જોઈએ. બીજું, જ્યાં માગેલી સત્તાઓનો અમલ કરવાની અને કરેલી માગણીઓ પૂરી કરાવવાનું બળ જમાવવા અને ખીલવવા સારુ જોઈતું બલિદાન આપવાની પ્રજામાં તૈયારી હોય ત્યાં મૂકેલી માગણીઓને હળવી કરવાનો સવાલ ન જ હોય. રાજકોટનો જ દાખલો લો. ગ્વાયર ચુકાદો મળ્યો હોત કે ન હોત તોપણ આમપ્રજામાં જો જરૂરી પ્રમાણમાં બલિદાનની શક્તિ હોત