પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૩
એની સમજણ

ગયું છે. એમાં સડો છે. મહાસભાવાદીઓમાં આજે નિયમન નથી. નવા નવા હરીફ સમુદાય ઊભા થયા છે જેઓ તેમનું ચાલે ને બહુમતી મેળવી શકે તો મહાસભાના કાર્યક્રમમાં ધરમૂળનો ફેરફાર કરે. એવી બહુમતી તેઓ હજુ સુધી મેળવી શક્યા નથી એ બીના મારે સારુ આશ્વાસનરૂપ નથી. બહુમતી છે તેમની પણ પોતાના કાર્યક્રમને વિષે જીવન્ત શ્રદ્ધા નથી. કોઈ પણ દૃષ્ટિએ નરી બહુમતીને જોરે સત્યાગ્રહ માંડવો એ વહેવારુ પગલું નથી. દેશવ્યાપી સત્યાગ્રહની પાછળ તો એકજીવ બનેલી સમસ્ત મહાસભાનું બળ જોઈએ.

વળી રોજ રોજ વધતા કોમી વિખવાદ છે જ. જુદી જુદી કોમોનું મળીને રાષ્ટ્ર બન્યું છે તેમની વચ્ચે માનભરી સુલેહ અને એકતા વગર આખરી સત્યાગ્રહની લડતની કલ્પના અશક્ય છે.

છેવટે પ્રાંતિક સ્વાયત્તતાની વાત કરું. આ દિશાએ મહાસભાએ માથે લીધેલા કામને એણે ઘટતો ન્યાય નથી આપ્યો એ મારી માન્યતા હજુયે કાયમ છે. એ પણ કબૂલ કરવું જોઈએ કે ગવર્નરોએ પોતાનો ભાગ એકંદરે છાજતી રીતે ભજવ્યો છે. તેમણે પ્રધાનોના કામમાં બહુ ઓછી દખલ દીધી છે. પણ દખલગીરી — ઘણી વાર અકળાવે તેવી દખલગીરી — તો પ્રધાનોને મહાસભાવાદીઓ અને મહાસભામંડળો તરફની વેઠવી પડી છે ! જ્યાં સુધી મહાસભાના પ્રધાનો કારભાર ચલાવી રહ્યા છે ત્યાં સુધી લોકપક્ષીય હિંસા કે રમખાણો તો થવાં જ નહોતાં જોઈતાં. આજે તો પ્રધાનોની ઘણી મોટી શક્તિ મહાસભાવાદીઓની માગણીઓને તેમ જ વિરોધને પહોંચી વળવામાં જ ખરચાય છે! જો પ્રધાનો પ્રજાને અપ્રિય હોય