પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૪
દેશી રાજ્યોનો પ્રશ્ન


૩. રાજ્ય બહારના હિંદીઓને, જ્યાં સુધી તેમની પ્રવૃત્તિઓ મજકૂર રાજ્યનો નાશ કરવાને સારુ યોજાયેલી ન હોય ત્યાં સુધી, કશી રોકટોક વગર રાજ્યોમાં દાખલ થવાની સ્વતંત્રતા.
૪. રૂા. ૧૦ થી ૧૫ લાખની વાર્ષિક આવકવાળાં રાજ્યોમાં આવકના દસમા ભાગ સુધી, અને કોઈ પણ દાખલામાં વાર્ષિક ત્રણ લાખ રૂપિયાથી વધુ નહિ, એવી મર્યાદા રાજાના અંગત ખરચ ( દા. ત. મહેલનાં ખરચો, મોટરગાડીઓ, તબેલા, રાજાના મહેમાનો ઇત્યાદિ) ઉપર મૂકવી, સિવાય કે એવાં ખરચોની બાબતમાં જે સ્પષ્ટપણે નિર્દેશ કરેલી જાહેર ફરજો બજાવવાને અંગે થયાં હોય.
૫. ન્યાયખાતું સ્વતંત્ર, સ્થાયી, અને તમામ પ્રકારની દખલગીરીથી મુક્ત રહે. આ બાબતમાં એકસરખો અમલ અને કડક નિષ્પક્ષપણું જળવાય એટલા સારુ જે પ્રાંતમાં રાજ્ય આવેલું હોય તે તે પ્રાંતની હાઈકોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ રહે. હાઈકોર્ટોનું નિયમન કરનારા કાયદામાં ફેરફાર કર્યા વગર આ કદાચ શક્ય ન હોય, પણ હું માનું છું કે જો રાજ્યોની સંમતિ હોય તો તેવો ફેરફાર સહેલાઈથી થઈ શકે.

રાજ્યબંધારણના સુધારાનો ઉલ્લેખ મેં જાણીજોઈને નથી કર્યો. આનો આધાર દરેક રાજ્યની પરિસ્થિતિ ઉપર રહેશે. હું તા માની લઉં કે જ્યાં સ્થાનિક પ્રજામત બળવાન હશે ત્યાં તેની માગણીને રાજાએ સ્વીકાર્યે જ છૂટકો.

પણ મારી દૃષ્ટિની ઓછામાં ઓછી ઉપરલખી માગણીઓનો સૌથી વાદગ્રસ્ત મુદ્દો તો કદાચ હાઈકોર્ટોમાં લઈ જવાની અપીલના હકને લગતો છે. અને છતાં આવી કંઈક ગોઠવણ વિના રાજ્યોમાં શુદ્ધ ન્યાયની ખોળાધરી આપી શકાય એમ