પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

નીચે વસતી પ્રજાનું કલ્યાણ કરવાનો જે અવકાશ છે તે ખુદ બ્રિટિશ હિંદમાં છે તેના કરતાંયે વધુ છે. પ્રાંતીય કારભારની ઘરેડમાં કામ કરનારા બ્રિટિશ અમલદાર કરતાં આવાં રાજ્યના કારભારીને ખચીત ઘણી વધુ છૂટ છે. બ્રિટિશ હિંદના અમલદારને માથે એક ઉપર એક એમ અનેક ઉપરી અમલદારો છે અને તેને સત્તા પણ મર્યાદિત મળેલી હોય છે. એથી ઊલટું રાજ્યના કારભારી પોતાના નાના રાજ્યની મર્યાદામાં ગવર્નર કરતાં પણ વધુ છે. તેને માથે અંકુશ માત્ર જે પ્રદેશમાં તેનું રાજ્ય આવેલું હોય છે તે પ્રદેશના એજન્સી રેસિડેન્ટની સામાન્ય દેખરેખની જ છે. તેથી જો ચક્રવર્તી સત્તાની નીતિ અસંદિગ્ધ ભાષામાં જાહેર થયેલી હોય અને સંપૂર્ણતાએ તેની બજાવણી થતી હોય તો આવાં રાજ્યમાં અંધેરને સારુ અગર તો ન્યાયની નિષ્ફળતાને સારુ કશું જ બહાનું રહેતું નથી. પણ જો રાજ્યનો કારોબાર જોઈએ તેવો ન હોય તો તે બતાવે છે કે રાજ્યોની પ્રજાને સંબધ છે ત્યાં સુધી ચક્રવર્તી સત્તાની નીતિ નિશ્ચિત થયેલી નથી. રાજ્યે પોતાની પ્રજા પ્રત્યે યોગ્ય અમલ કરે એ માટે એનો આગ્રહ નથી. પ્રજાના પ્રાથમિક હકોની બાબતમાં તો ચક્રવર્તી સત્તાને પક્ષે બિનદખલગીરીની નીતિ જેવી કશી વસ્તુ જ ન હોવી જોઈએ. બિનદખલગીરીની નીતિને પડકાર તો ત્યાં સુધી જ ન થાય જ્યાં સુધી રાજ્યોની પ્રજા પોતાનું બળ ઓળખતી ન થઈ હોય. પણ આજકાલ તો રાજ્યોની પ્રજામાં એટલું બધું આત્મભાન જણાય છે કે બિનદખલગીરીની નીતિ વધુ કાળ સફળ થઈ શકે નહિ. બ્રિટિશ કારોબાર હેઠળનાં રાજ્યોમાં ન્યાયની ના એ તો કલ્પના બહારની વસ્તુ હોવી જોઈએ. ચંબાના લોકો પાસે ત્યાંની પરિસ્થિતિ વિષે હકીકતો