પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







કાઠિયાવાડીને અન્યાય?

એક મિત્રે મને મીઠો ઠપકો આપી કહ્યું કે આજકાલ હું કાઠિયાવાડીઓને અન્યાય કરી રહ્યો છું; તેઓને ‘બહુબોલા’ તરીકે જ ઓળખાવી રહ્યો છું. કામ કરનારા તો કોઈ જ નથી એવો ધ્વનિ મારા લખાણમાંથી નીકળે છે એમ એ મિત્ર માને છે. વળી એ મિત્ર કહે છે કે, મારું અનુકરણ કરી બીજા પણ કાઠિયાવાડીઓને વિષે એવો જ અભિપ્રાય બાંધે છે ને એવાં જ વિશેષણો વાપરી વગોવે છે. ‘છેવટે,’ એ ભાઈ કહે છે, ‘પરિણામ એ આવશે કે અમે કાઠિયાવાડી પોતે જ માનતા થઈ જઈશું કે અમે એવા જ હોઈશું, અને પછી જે થોડા કામ કરનારા છીએ તે પણ કામ કરતા અટકી જઈશું.’

મેં ટીકા બધા કાઠીયાવાડીઓને વિષે નથી કરી. મેં તો માત્ર મુત્સદ્દીવર્ગને સંબોધીને ટીકા કરી છે. અને મુત્સદ્દીવર્ગમાં પણ કંઈ બધા વાચાળ જ છે એમ કહેવાનો મારો આશય નથી.

હું પોતે પણ મુત્સદ્દીવર્ગમાં પેદા થયો છું, પણ મને પોતાને હું વાચાળ માનતો જ નથી. એટલે મારી ટીકામાંથી પ્રથમ તો હું જ બાદ છું. વળી મારા સાથીઓમાં કેટલાક કાઠિયાવાડી