પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૧
લીંબડી વિષે

રાજવી આવા પ્રજાજાનો દુભાયેલા રાખતાં પહેલાં પચાસ વેળા વિચાર કરે. એ તો એવો જ નિર્ણય કરે કે આવા આવા લોકો જ્યાં આવડાં કષ્ટ માથે લઈ રહ્યા છે ત્યાં ખસૂસ રાજવહીવટમાં સડો તથા પોતાના અમલદારોને પક્ષે અન્યાય હોવાં જ જોઈએ. તે આવા દુભાયેલા પ્રજાજનોને નોતરે, તેમની રાવ સાંભળે અને તેમનું સમાધાન કરે. ઠાકોર સાહેબે આવો માર્ગ ગ્રહણ નથી કર્યો. હજુયે તેમને સારુ વેળા વહી ગઈ નથી.

સેવાગ્રામ, ૩૧-૮-૩૯
હરિજનબંધુ, ૧૦-૯-૧૯૩૯