પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૫
રાજકોટના સુધારા

વાડા અને ગોળ હશે. આમ કહેવાતી બહુમતી ખરી રીતે લઘુમતી થઈ રહેશે. સુધારાઓની સ્વાભાવિક દિશા પ્રજાકીય અંકુશના ઉત્તરોત્તર વધારો હોય. અહીંયાં તો કશા પણ વાજબી કારણ વગર પ્રજાકીય અંકુશનું તત્ત્વ સારી પેઠે ઘટાડવામાં આવ્યું છે. મૂળ સભાને કાયદા કરવાની વિશાળ સત્તા હતી, તે સત્તાઓ ઘટાડવામાં આવી છે.

એવી ચોકસ જાહેરાત કરવામાં આવી હતી કે ના. ઠાકોર સાહેબના અંગત ખરચની રકમ નક્કી કરવામાં આવશે. જાહેર થયેલા સુધારાઓમાં આ જાહેરાત પ્રત્યે સંપૂર્ણ દુર્લક્ષ કરવામાં આવ્યું છે. તા. ૨૬મી ડિસેમ્બરવાળી જાહેરાતમાં શક્ય તેટલી વિશાળમાં વિશાળ સત્તા આપવાનું કહેવામાં આવ્યું હતું. આ સુધારાઓ વાંચીને હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે પ્રજા પાસે હતી તે સત્તા પણ ખૂંચવી લેવામાં આવી છે. એટલું જ નહિ, પણ પ્રજા પાસે રહેવા દેવામાં આવેલી સત્તાઓને પણ જેટલી બની શકી તેટલી મર્યાદિત કરવામાં આવી છે. એક શબ્દમાં કહીએ તો ઠાકોર સાહેબની એટલે કે દીવાનની ઇચ્છા એ જ રાજકોટ સર્વોપરી કાયદો ગણાશે.

આ લખતાં મને દુઃખ થાય છે. જે કરુણ કાંડને સારુ મારી હિંસા જવાબદાર બની તેને આ સુધારાઓ છેલ્લો અંક હશે કે કેમ એ પણ હું જાણતો નથી. ઉપવાસ એ એવો ઉપાય છે જે કેવળ નિષ્ણાતો જ લઈ શકે. તેનાથી ચળવળની ગતિ અટકે તો પણ સારાને સારુ અટકે છે. હિંસાનો અલ્પમાં અલ્પ સ્પર્શ પણ તેને વણસાવી નાખે છે. હું કબૂલ કરી ચૂક્યો છું કે ઉપવાસ ચાલુ હતો તે દરમ્યાન