પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૮૪
રાજાઓ

મારા વલણ સામે ગમે તે કહેવામાં આવતું હોય તોપણ હું દેશી રાજાઓનો મિત્ર અને હિતચિંંતક છું એ દાવો મારે કર્યા જ કરવો રહ્યો. અને તેથી જ આજે તેમની જે સ્થિતિ છે તેના તકલાદીપણા તરફ હું તેમનું વારંવાર ધ્યાન ખેંચતો આવ્યો છું. જે નાના નાના રાજવીઓ છે તેઓ તો જે સત્તા તેમની પાસે કદી જ હોવી જોઈતી નહોતી તે બધી સમજીને જ છોડી દે એમાં શ્રેય છે. અને જેઓ મોટા છે તેમની સત્તાઓ ઘટતા નિયમન દ્વારા નિયમસરની થવી જોઈએ. આ દિશામાં ઓછામાં ઓછું કેટલું થવું જરૂરી છે એ સૂચવવાનું સાહસ પણ મેં કર્યું છે.

દેશી રાજ્યોની પ્રજા આજે છે તેની તે સ્થિતિમાં જ સદાકાળ રહેશે એમ તો કોઈ સ્વપ્નામાંયે નથી માનતું. તેઓ પોતાના હકો માટે અહિંસાથી કે પછી હિંસાથી લડશે જ લડશે. ગમે તેમ થાય તોપણ જેમને પોતાની દૈવી કે દુન્યવી શક્તિનું ભાન થયું છે એવી લાખો કરોડો પ્રજા સામે રાજાઓથી ટકાવાનું નથી.

વળી જો રાજાઓ કાળનાં લક્ષણો ઓળખવા ના જ પાડે તો પછી ચક્રવર્તી સત્તા કે જેમણે તેમને ‘ઉગાર્યા’ છે અગર તો ‘સરજ્યા’ છે તેની શું રાજ્યોની રૈયત પ્રત્યે કશી જ ક્રૂરજ નથી ? શ્રી. પ્યારેલાલે બતાવી આપ્યું છે કે