પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

ગેરઅમલ સામે પ્રજાને રક્ષણ આપવાની ફરજમાંથી દેશી રાજ્યો જોડેના ચાહે તેવા કોલકરારો પણ ચક્રવર્તી સત્તાને ફ્રારેઞ કરી શકે નહિ, અગર તો એ કરારોની રૂએ રાજાઓને સાવ નિરંકુશ, સર્વતંત્રસ્વતંત્ર અને પોતાના બરોબરિયા લેખવાની પણ ફરજ ચક્રવર્તી સત્તા ઉપર પડતી નથી. ચક્રવર્તી શબ્દ જ છેવટની સત્તા ચક્રવર્તીની છે એમ બતાવે છે. કહેવાતા કોલકરારો બે બરોબરિયા વચ્ચેના કરારો નથી જ; પણ જેમને તે આપવામાં આવ્યા છે તેમના ઉપર મૂકવામાં આવેલી શરતો અને અંકુશોના કરારો છે. મુખ્યત્વે કરીને અથવા તો સંપૂર્ણતાએ ચક્રવર્તી સત્તાની મજબૂતી કરવાના હેતુથી અપાયેલી એ બધી બક્ષિસો કે ભેટ છે. અલબત્ત, એવા કાયદાબાજો અને ધારાશાસ્ત્રીઓ નીકળશે જેઓ દલીલ કરશે કે આ કોલકરારો તો ચક્રવર્તી સત્તાને પક્ષે અપાયેલાં પવિત્ર વચનોરૂપ છે. જેનો અમલ કરાવવાને રાજાઓ હકદાર છે. જે વેંતિયો છે તે વિરાટ પુરુષ સામે પોતાના હકોની બજાવણી કરાવી શકે?

જેઓ એવો આક્ષેપ કરી રહ્યા છે જ્યારે ઇંગ્લંડ જીવસટોસટની લડાઈમાં ગૂચવાયું છે ત્યારે મહાસભા તેની જોડે સ્વાર્થનો સોદો કરવા નીકળી છે, તેમને પોતે શું કહી રહ્યા છે તેની સમજ નથી. ગમે તેમ હો પણ હું તે કશી સોદાગીરીમાં ભાગીદારી કરું એમ નથી. મારા સ્વભાવ વિરુદ્ધની એ વસ્તુ છે. હિંદનો જન્મસિદ્ધ હક આજે કદાચ ન કબૂલાય; વખત આવ્યે કબૂલાશે. પણ તકરારના મુદ્દાની ચોખવટ થવી જરૂરી છે.

મારા અભિપ્રાય મુજબ તો સ્થિતિ જ એવી છે કે મહાસભાથી રાજા જોડે કશી સીધી વાટાઘાટ થવી અશક્ય