પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૮૬
રાજાઓ

પ્ર૦ — મને ધાસ્તી છે કે રાજાઓના પ્રશ્નની તમે ટાળાટાળી કરી છે. સામાન્ય રીતે તમે તમારા વિષયને હંમેશાં સીધોસટ છેડો છો, પણ ગમે તેમ હો છતાં આ પ્રશ્નથી સાથે જ તમે ફેરો મારીને ચાલ્યા જણાઓ છો.

ઉ૦ — તમે મારેલા ટોણામાં ઉપરટપકે જોતાં કંઈક તથ્ય છે, પણ વસ્તુતઃ નથી. વાત એમ છે કે રાજાઓના પ્રશ્નને એક મુશ્કેલી તરીકે આ અગાઉ કદી રજૂ કરવામાં આવ્યો નથી. બ્રિટિશ ભાથામાંનું આ નવું તીર છે. આઝાદી માટે બ્રિટિશ હિંદ જ લડી રહ્યું છે. દેશી રાજ્યોની પ્રજા મહામુસીબતે વચ્ચે ઘરઆંગણાની લડત લડી રહી છે. પ્રજા, દેશી રાજ્યોની શું કે બ્રિટિશ હિંદની શું, એક જ છે. બનાવટી સરહદોની હસ્તી તેમને હિસાબે છે જ નહિ, પણ હકૂમત કરનારાઓને હિસાબે એ સરહદો ઘણી જ સાચી છે. બ્રિટિશ કાયદો બ્રિટિશ હિંદમાંથી દેશી રાજ્યની હદમાં કે એક દેશી રાજ્યની હદમાંથી બીજા રાજ્યની હદમાં જનારાને પરદેશી તરીકે ગણવાની રાજાઓને છૂટ આપે છે. અને છતાં એ સાવ સાચું છે કે દેશી રાજાઓની હસ્તી કેવળ બ્રિટિશોની દયા પર છે. બ્રિટિશ સત્તાની પરવાનગી વિના તેમનાથી હરાતું ફરાતું નથી. તેમના વારસોને બ્રિટિશ રાજ્યની મંજૂરી મેળવવી પડે છે. એ વારસોની તાલીમ અને કેળવણી પણ તેમની જ નજર હેઠળ થાય છે. બ્રિટિશ સત્તા